Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક દિન નિમિત્તે ગોધરામાં 23 શિક્ષકોનું સન્માન:BRGF ભવન ખાતે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો; બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

    12 hours ago

    શિક્ષક દિન નિમિત્તે ગોધરાના BRGF ભવન ખાતે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો. આ સમારોહમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 23 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલના સહયોગથી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી, એટલે કે 'રાષ્ટ્રીય શિક્ષક દિન' ની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સ્થિત જિલ્લા પંચાયતના BRGF ભવન ખાતે આ ખાસ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા 23 થી વધુ શિક્ષકોને સન્માનિત કરીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, શિક્ષકોએ 'બેક ટુ સ્કૂલ' અભિયાન, સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ અને સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓને છેવાડાના બાળકો સુધી પહોંચાડવામાં ઉત્તમ કામગીરી કરી છે. તેમણે બાળકો સાથે માતા-પિતા જેવો પ્રેમભાવ રાખીને કામ કર્યું છે. આ તકે પંચમહાલ જિલ્લાના રઘુભાઈને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલે સન્માનિત થયેલા તમામ શિક્ષકોને વિશેષ અભિનંદન અને શુભકામનાઓ આપી હતી. ગોધરા શહેરમાં શિક્ષક દિન નિમિત્તે બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડમાં બીજા વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવ્યા હતા. આ ખાસ આયોજનથી વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી, મહેનત અને મહત્વને નજીકથી સમજવાનો મોકો મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ સારો ઉત્સાહ દેખાયો હતો. શિક્ષકની ભૂમિકા ભજવતા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે વર્ગખંડમાં ભણાવ્યું હતું. બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલી આ અનોખી શિક્ષક દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષકના કાર્ય અને જવાબદારીનો અનુભવ કરાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘યાદોં કે પાંને’ થીમ પર શિક્ષક દિનની:વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું, રમતો રમાડી
    Next Article
    અમેરિકાના ડ્રગ્સ રેકેટમાં પાટીદારને 54 મહિનાની જેલ:ભાવેશ લાઠિયા સુરતના પ્લુટો બિઝનેસ સેન્ટરમાંથી ઓપરેટ કરતો ડ્રગ્સ નેટવર્ક, ફેક્ટરી પર ભાસ્કરની તપાસમાં ઝૂંપડપટ્ટી નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment