Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાના ડ્રગ્સ રેકેટમાં પાટીદારને 54 મહિનાની જેલ:ભાવેશ લાઠિયા સુરતના પ્લુટો બિઝનેસ સેન્ટરમાંથી ઓપરેટ કરતો ડ્રગ્સ નેટવર્ક, ફેક્ટરી પર ભાસ્કરની તપાસમાં ઝૂંપડપટ્ટી નીકળી

    10 hours ago

    વર્ષ 2022માં આપીયોઈડ 'ફેન્ટાનિલ' ડ્રગ્સ રેકેટમાં અમેરિકાની બ્રુકલિન ફેડરલ કોર્ટે 37 વર્ષીય ભાવેશ લાઠિયાને 54 મહિના (સાડા ચાર વર્ષ)ની જેલની સજા ફટકારી છે અને 24,560 ડોલરનો દંડ ફટકાર્યો છે. ફાર્માસિસ્ટ ભાવેશ લાઠિયાએ ડ્રગ્સ નેટવર્કનું એપી સેન્ટર સુરતના અમરોલી-છાપરાભાઠાના પ્લુટો મલ્ટિપ્લેક્સ એન્ડ બિઝનેસ સેન્ટરની દુકાન નં.-7માં ઊભું કર્યું હતું. આ નાનકડી ઓફિસમાંથી ભાવેશે મેક્સિકોની કુખ્યાત ડ્રગ્સ માફિયા ગેંગ 'સિનાલોઆ કાર્ટેલ' સાથે સીધું કનેક્શન બનાવ્યું હતું. 2024માં 100 કિલો કેમિકલ મેક્સિકો મોકલ્યું હતું 4 જાન્યુઆરી, 2025ના ન્યૂયોર્કમાં રેક્સ્ટર કેમિકલના સ્થાપક ભાવેશ લાઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તે ફેન્ટાનિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલને ગેરકાયદે રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારાને મોકલતો હતો. ઓક્ટોબરમાં વીડિયો કોલમાં તેની પાસે કેમિકલ મગાવનાર કોઈ ડ્રગ માફિયા નહીં, પણ HSI (હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન)નો અંડરકવર એજન્ટ હતો. આ પહેલાં ભાવેશ લઠિયાએ ફેબ્રુઆરી 2024માં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને આ પ્રકારનું 100 કિલો કેમિકલ મોકલ્યું હતું. કેમિકલ ફેક્ટ્રીના એડ્રેસ પર માત્ર ઝૂંપડપટ્ટીઓ નીકળી ભાવેશ લાઠિયાની સુરતમાં કંપનીના એડ્રેસ પર દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કર્યું હતું. છાપરાભાઠા સ્થિતિ પ્લુટો બિઝનેસ સેન્ટરની દુકાન નં.7માં હેડ ઓફિસ હતી, ત્યાં હાલ અન્ય કોઈ બિઝનેસ કંપની ચાલી રહી છે. આશ્ચર્ય જનક બાબત એ છે કે, કંપની દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર અપાયેલું બીજું સરનામું અમરોલીની રઘુવીર સોસાયટી હતું, જે એક સામાન્ય રેસિડેનશિયલ વિસ્તાર છે. તદુપરાંત 'ExportersIndia.com' પર દર્શાવેલા લોકેશન પર તપાસ કરતા ત્યાં કોઈ કેમિકલ ફેક્ટરી નહીં પરંતુ માત્ર ઝૂંપડપટ્ટીઓ જોવા મળી હતી. આ તમામ વિગતો સાબિત કરે છે કે, શેલ કંપનીઓ અને નકલી સરનામાના સહારે આ ઇન્ટરનેશનલ નેટવર્ક ઓપરેટ થતું હતું. કંપનીમાં 30 કર્મચારીઓ અને 50 લાખના ટર્નઓવરનો દાવો ભાવેશ લાઠિયાએ વર્ષ 2022માં સુરતમાં 'રેક્સ્ટર કેમિકલ' (Raxuter Chemicals) નામની કંપનીની સ્થાપના કરી હતી. કંપનીના ઓફિશિયલ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર અને સપ્લાયર તરીકે કાર્યરત છે. વર્ષ 2022માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું અને તેમાં આશરે 30 કર્મચારીઓ કામ કરતા હોવાનું નોંધાયું હતું. ફાર્માસ્યુટિકલની ડિગ્રી ધરાવતો ભાવેશ કેમિકલ કોમ્પોઝિશનની ટેકનિકલ જાણકારી ધરાવતો હતો, જેનો દુરુપયોગ તેણે પ્રતિબંધિત પ્રિકર્સર કેમિકલ્સ વિદેશ મોકલવા માટે કર્યો હતો. કેવી રીતે બને છે ફેન્ટાનિલ? પાઇપેરિડીન કેમિકલ મુખ્ય આધાર છે. જેમાં ફિનાઈલ અને પ્રોપિયોનાઈલ જેવાં કેમિકલ ઉમેરવામાં આવે છે. ફેન્ટાનિલ બનાવવાની પ્રક્રિયાને પાથવે કહેવામાં આવે છે. દરેક પાથવેમાં અલગ અલગ પ્રકારનાં કેમિકલનાં કોમ્પોનન્ટ હોય છે. જેને પ્રિકર્સર કહેવામાં આવે છે. આ પ્રિકર્સરને યોગ્ય રીતે મિક્સ કરવામાં આવે છે. ત્યાર બાદ ફેન્ટાનિલના બ્લોક્સ બને છે અને તેને ડિસ્ટ્રિબ્યુશન માટે તૈયાર કરી દેવામાં આવે છે. આ સમાચાર પણ વાંચો ટ્રમ્પ જેનાથી ડરે છે એ ડ્રગ્સ ગુજરાતમાં બનતું, મેક્સિકનમાફિયાઓને સુરતથી ડ્રગ્સ સપ્લાય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જેની સામે વાંધો છે એ ફેન્ટાનિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ ગુજરાતથી મોકલાઈ રહ્યું હતું. સુરત, અંકલેશ્વર અને ભરૂચથી દિલ્હી, મુંબઈ, ગોવા અને પછી દુબઈથી એર કાર્ગો મારફત મેક્સિકો, ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશો દ્વારા તો ક્યારેક ડાયરેક્ટ ન્યૂયોર્ક સપ્લાય કરતા હતો. આ આરોપ સુરતની રેક્સટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ પર US સરકારે લગાવ્યો હતો. એનો અર્થ એ હતો કે ગુજરાતમાં ખતરનાક લેટિન અમેરિકન કાર્ટેલ્સ જેવી કે સિનાલોઆનો પગપેસારો થઇ રહ્યો અને ગુજરાત મેક્સિકનડ્રગ્સમાફિયાની જાળમાં ફસાઈ રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    શિક્ષક દિન નિમિત્તે ગોધરામાં 23 શિક્ષકોનું સન્માન:BRGF ભવન ખાતે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો; બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી
    Next Article
    'મિસ વર્લ્ડ 2026'નો ગ્રાન્ડ ફિનાલે શરૂ:વડોદરામાં ભણેલી નિકિતા પોરવાલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, ગયા વર્ષે થાઈલેન્ડે ખિતાબ જીત્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment