Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાંથી વિદેશમાં નિકાસ વધારવા સરકારનો માસ્ટરપ્લાન:MSME અને સ્ટાર્ટઅપ્સને વિદેશી બજાર સુધી પહોંચાડવા GEPCની રચના, દરેક જિલ્લાના ઉત્પાદનોનું બ્રાન્ડિંગ થશે

    8 hours ago

    ગુજરાતમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને વિદેશી બજારમાં વેચવા માટે રાજ્ય સરકાર હવે એક સંગઠિત વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે. નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ પાસે સારું ઉત્પાદન હોવા છતાં નિકાસની પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો, સર્ટિફિકેશન અને વિદેશી બજાર સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ નિર્ણય હેઠળ ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત નવી વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) બનાવવામાં આવશે. આ સંસ્થા રાજ્યના નિકાસકારો માટે માર્ગદર્શનથી માંડીને માર્કેટિંગ, ફાઇનાન્સ, ટેક્નિકલ સહયોગ અને લોજિસ્ટિક્સ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. જિલ્લામાં કઈ વસ્તુની નિકાસ થઈ શકે તેનું લિસ્ટ બનશે અત્યાર સુધી નિકાસની તકો મોટા ઔદ્યોગિક કેન્દ્રો પૂરતી સીમિત ન રહે તે માટે GEPC દરેક જિલ્લા માટે અલગ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરશે. કયા જિલ્લામાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, તેની વિદેશમાં કેટલી માંગ છે અને કયા દેશોમાં તેનું માર્કેટ મળી શકે છે તેનું વિશ્લેષણ કરાશે. જિલ્લાવાર ઉત્પાદન ક્ષમતા અને નિકાસની સંભાવનાઓના આધારે સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવાના પ્રયાસ થશે. આ માટે જિલ્લા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPC) મારફતે કામગીરીનું સંકલન અને મોનિટરિંગ પણ કરવામાં આવશે. નાના ઉદ્યોગકારોને વિદેશમાં વેપાર માટે માર્ગદર્શન અપાશે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે વિદેશમાં વેપાર શરૂ કરવો સરળ નથી. કયા દેશમાં કયા ઉત્પાદનની માંગ છે, નિકાસ માટે કયા દસ્તાવેજો જોઈએ, કયા આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું પડે અને કયાં પ્રમાણપત્રો મેળવવાં જરૂરી છે, તે અંગે GEPC માર્ગદર્શન આપશે. ઉદ્યોગકારો માટે તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો યોજાશે. દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ તકો ઊભી કરાશે. બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ દ્વારા નાના ઉદ્યોગોને નિકાસ માટે તૈયાર કરવામાં આવશે. માલની ગુણવત્તાથી માંડીને વિદેશમાં પેમેન્ટ મેળવવા સુધી મદદ ઉત્પાદનોનું ટેસ્ટિંગ, આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ, વીમો અને સપ્લાય ચેઇન સંબંધિત સુવિધાઓ ઊભી કરાશે. માલ મોકલતા પહેલાં અને મોકલ્યા બાદ જરૂરી નાણાકીય સહાય મેળવવામાં પણ માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગ, ટ્રેડ એનાલિટિક્સ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને બ્રાન્ડિંગ પર ભાર મૂકવામાં આવશે. ‘મેડ ઇન ગુજરાત’ને વિદેશમાં ઓળખ અપાવવાની યોજના ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં અલગ ઓળખ મળે તે માટે ખાસ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અભિયાન હાથ ધરાશે. વિદેશી ગ્રાહકોમાં ગુજરાતનાં ઉત્પાદનો અંગે જાગૃતિ વધારવા અને આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારી વિકસાવવા પ્રયાસ થશે. બીજી તરફ, જે વસ્તુઓ માટે ગુજરાત દેશ વિદેશ પર નિર્ભર છે તેવા ક્ષેત્રો ઓળખીને સ્થાનિક ઉત્પાદન વધારવા પણ GEPC કામ કરશે. ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહયોગ આપીને આયાતના વિકલ્પો વિકસાવવાનો પ્રયાસ કરાશે. AI અને બ્લોકચેઇનથી નિકાસની પ્રક્રિયા આધુનિક બનાવાશે નિકાસ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેઇન, ડિજિટાઇઝેશન અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન અને ગ્રીન ટેક્નોલોજીને પણ પ્રોત્સાહન અપાશે. વિદેશમાં પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ મેળવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર વિવાદો, કાનૂની પ્રશ્નો અને નોન-ટેરિફ બેરિયર્સનો સામનો કરવામાં નિકાસકારોને મદદ કરવામાં આવશે. મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ રહેશે. ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ ઉપાધ્યક્ષ રહેશે. ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર (MD) રહેશે. બંદરો અને વાહનવ્યવહાર, કુટિર અને ગ્રામોદ્યોગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. MSME કમિશનર, GIDC, iNDEXTb, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને નાણાં વિભાગના પ્રતિનિધિઓ પણ બોર્ડમાં રહેશે. આમ, અત્યાર સુધી અલગ અલગ સ્તરે થતી નિકાસલક્ષી કામગીરીને એક જ સંસ્થાના માધ્યમથી જોડવાનો સરકારનો પ્રયાસ છે. હવે ગુજરાતના નાના ઉદ્યોગો અને જિલ્લા સ્તરના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે એક જ પ્લેટફોર્મ પર માર્ગદર્શન અને સહયોગ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    જૈન શાળાના બાળકોએ 10મું વ્રત કર્યું:સુરેન્દ્રનગરના સરદાર ઉપાશ્રયમાં મહાસતીજીના સાનિધ્યમાં આખો દિવસ ધાર્મિક આરાધના કરી
    Next Article
    વડોદરામાં કારમાં આગ બાદ ભયંકર બ્લાસ્ટ, VIDEO:CNG બોટલ ફાટતા કારના ફૂર્ચેફૂર્ચા, યુવતીના પગમાં પતરૂ ઘૂસ્યુ; 200 મીટર દૂર-ત્રીજા માળે ટુકડા ઉડ્યાં, 5ને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment