Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કારમાં આગ બાદ ભયંકર બ્લાસ્ટ, VIDEO:CNG બોટલ ફાટતા કારના ફૂર્ચેફૂર્ચા, યુવતીના પગમાં પતરૂ ઘૂસ્યુ; 200 મીટર દૂર-ત્રીજા માળે ટુકડા ઉડ્યાં, 5ને ઈજા

    10 hours ago

    વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કારમાં લાગેલી આગે થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલ પ્રચંડ ધડાકા સાથે ફાટતાં કારના ફૂર્ચેફૂર્ચા ઊડી ગયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે કારના પતરાના ટુકડા 200 મીટર દૂર સુધી ફંગોળાયા હતા. આ દરમિયાન એક મહિલાના હાથમાં પતરાનો ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય ચાર લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. તમામને પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇજાગ્રસ્તોના નામ ઘટના સમયની ત્રણ તસવીર આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરી વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામવાડીમાં 4 નવેમ્બરની મોડી રાત્રે પાર્ક કરેલી એક હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ CNG બોટલમાં બ્લાસ્ટ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, ટીપી-13 ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે કારના ટુકડા થઈ ગયા હતા અને તેના પતરાના ભાગો લગભગ 200 મીટર દૂર સુધી ઊડીને પડ્યા હતા. બ્લાસ્ટને કારણે આસપાસના લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. મહિલાના હાથમાં પતરું ઘૂસી ગયું, 4ને ઈજા આ દુર્ઘટનામાં ઉષાબેન, દીપિકાબેન અને વિનાબેન સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી. એક મહિલાના હાથમાં કારના પતરાનો ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિના પગમાં પણ પતરું વાગ્યું હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાડીનો સળિયો નીકળીને સીધો મારી બહેનના પગમાં ઘૂસી ગયોઃ નયન મકવાણા ઈજાગ્રસ્ત દિપીકાબેનના ભાઈ નયન મકવાણાએ જણાવ્યું કે, હું રાત્રે લાઈટની સીરીઝ લગાવતો હતો. લગભગ એક-દોઢ વાગ્યા સુધી મેં કામ કર્યું હતું અને પછી ફ્રેશ થવા ઘરમાં ગયો હતો. એટલામાં જ એકદમ મોટો અવાજ આવ્યો અને મારા મિત્રનો ફોન આવ્યો કે બહાર ગાડી સળગી છે, તું તારી ગાડી હટાવી લે. હું જેવો બહાર આવ્યો અને મારી ગાડી આગળ લેવા ગયો, ત્યાં જ કારમાં એકદમ જોરદાર બ્લાસ્ટ થયો. જે બાદ ગાડીનો સળિયો નીકળીને સીધો મારી બહેનના પગમાં ઘૂસી ગયો હતો. ‘કાર માલિકે 15 દિવસ પહેલા જ ગેટકીટ નખાવી હતી’ આ હોન્ડા સિટી ગાડી પ્રિતેશ મકવાણાની હતી, જેઓ પાછળની ગલીમાં રહે છે. 15 દિવસ પહેલા જ ગેસકીટ મુકાવી હતી. કંપનીમાં ફિટિંગ કરાવી છે કે બહાર તે ખબર નથી. અમે અહીં નાના બાળકો રમે છે એટલે ગાડી પાર્ક કરવાની ના પાડી હતી, છતાં તેમણે કહ્યું કે, મારા ફાધરને એરપોર્ટ લઈ જવાના છે, જેથી થોડીવાર માટે મુકી છે. મારી બસ એટલી જ માગ છે કે, મારી મમ્મી અને બહેનની સારવારનો જે પણ હોસ્પિટલનો ખર્ચ થાય તે ગાડી માલિક આપી દે. બ્લાસ્ટ એટલો વિસ્ફોટક હતો કે, અહિંથી ત્રણ લાઈન સુધી પતરા ઉડીને ગયા છે. બાજુમાં મંદિર છે, ત્યા પણ એક વ્યક્તિને પગમાં લાગ્યું છે. આ બ્લાસ્ટમાં અમારો આખો ગલ્લો સળગી ગયો છે. મારા પપ્પા દિવ્યાંગ છે અને તેમનો આ ગલ્લો હતો. અંદર ત્રણ સાયકલ અને ખુરશીઓ હતી, તે બધુ સળગી ગયું છે. ગલ્લામાં બાળકો માટે પડીકી-ચોકલેટનો સામાન રાખેલો હતો. ‘છોકરાને કશું થઈ જશે એવી બીક લાગી’ પ્રત્યક્ષદર્શી અને ઈજાગ્રસ્ત ઉષાબેને જણાવ્યું હતું કે, રાત્રે અહીં આગ લાગી એટલે હું જોવા માટે બહાર નીકળી હતી. એ વખતે એક છોકરો ગાડી હટાવતો હતો. મને બીક લાગી કે મારા છોકરાને કંઈ થઈ જશે તો? એટલે હું અહીં દરવાજે ઊભી રહી હતી. ત્યાં જ અચાનક ભડકો થયો. અમે બધા ત્યાંથી નીકળીને બહાર જતા રહ્યા. ધડાકો થયો અને પતરાં ઉડ્યા, માહોલ ખૂબ જ ભયજનક હતોઃ પરેશ પ્રજાપતિ પરેશ પ્રજાપતિએ જણાવ્યું કે, રાત્રે આશરે બેથી સવા બે વાગ્યાની આસપાસ એકદમ માઈનોર બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. મારા પપ્પાએ મને આવીને કહ્યું કે, નીચે ગાડી સળગે છે એટલે તું ફટાફટ નીચે જા. મેં નીચે જઈને પાછળ પાર્ક કરેલી ગાડીવાળા ભાઈને ફોન કરીને ગાડી હટાવવા કહ્યું. જેની ગાડી સળગી રહી હતી તેને મારા પપ્પા બોલાવવા ગયા હતા, પણ તે ભાઈને આવતા ટાઈમ લાગ્યો. જ્યારે ગેસનો બાટલો ફાટ્યો ત્યારે બહુ મોટો ધડાકો થયો હતો. માહોલ ખૂબ જ ભયજનક હતો. એ સમયે જે ધડાકો થયો અને પતરાં ઉડ્યા, તેનાથી આસપાસના પાંચથી છ લોકોને ઈજા પહોંચી છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગને સમયસર કાબૂમાં લઈ લેવાતાં આસપાસના વિસ્તારમાં વધુ મોટું નુકસાન થતું અટક્યું હતું. કાર કોની હતી અને આગ કયા કારણોસર લાગી હતી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાંથી વિદેશમાં નિકાસ વધારવા સરકારનો માસ્ટરપ્લાન:MSME અને સ્ટાર્ટઅપ્સને વિદેશી બજાર સુધી પહોંચાડવા GEPCની રચના, દરેક જિલ્લાના ઉત્પાદનોનું બ્રાન્ડિંગ થશે
    Next Article
    "No SIR In 2014, 2019 Or 2024, You Still Lost": Amit Shah To Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment