Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલી કેમ્પસમાં નવા સત્રથી MSc IT, સોઈલ લેબ:યુનિવર્સિટીનું આયોજન; રજિસ્ટ્રાર, અધિકારીઓએ સુવિધાઓની ચકાસણી કરી

    6 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી (MSc IT) અને સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી સુવિધાઓની ચકાસણી કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. રજિસ્ટ્રાર અને બાંધકામ વિભાગના અધિકારીઓએ વડાલી કેમ્પસ ખાતે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા વડાલી કેમ્પસમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી એમએસસી સીએ એન્ડ આઈટી (MSc CA IT) નો પાંચ વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના છે. આ અદ્યતન બિલ્ડિંગમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર લેબ, અધ્યાપકો, લેબોરેટરી અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ચકાસવા માટે પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં એમએસસી આઈટી વિભાગના ભાવેશભાઈ પટેલ અને બિરેનભાઈ પટેલ, કેમેસ્ટ્રી વિભાગના વડા કોકિલાબેન પરમાર, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા કે.કે. પટેલ અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પારુલબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ ટીમ એમએસસી આઈટી કોર્સ શરૂ કરવા માટેની સુવિધાઓની ચકાસણી કરી તેનો અહેવાલ કુલપતિને સુપરત કરશે. આ ઉપરાંત, વડાલી કેમ્પસ ખાતે ખેડૂતોની જમીનના નમૂનાની ચકાસણી માટે સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું પણ આયોજન છે. સમિતિના સભ્યો દ્વારા આ બાબતની પણ જરૂરી સુવિધાઓ ચકાસવામાં આવી રહી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ, આર્કિટેક્ચર વિભાગના વડા મીરાબેન ચેતવાણી અને એસ્ટેટ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાએ વડાલી કેમ્પસની મુલાકાત લઈ જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ માહિતી કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારોનો ઘોડા પર અનોખો પ્રચાર:નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ 3-4 ના ઉમેદવારોનો વરઘોડા સાથે પ્રચાર
    Next Article
    પાટણ વોર્ડ 1 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન:નેતાઓના કોંગ્રેસ પર પ્રહાર, વિવેક પટેલે 5 વર્ષ કાર્યાલય ખુલ્લું રાખવાની જાહેરાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment