Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ વોર્ડ 1 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન:નેતાઓના કોંગ્રેસ પર પ્રહાર, વિવેક પટેલે 5 વર્ષ કાર્યાલય ખુલ્લું રાખવાની જાહેરાત કરી

    6 days ago

    પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે. વોર્ડ નંબર 1ના ભાજપના ચારેય ઉમેદવારોના પ્રચાર અર્થે સાલવીવાડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો અને કોંગ્રેસની વિચારધારા સામે આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 1ના ભાજપના ચાર ઉમેદવારો વિવેક રમેશભાઈ પટેલ,નીતાબેનપટેલ, અશોક વદનજી ઠાકોર અને ચંદ્રિકાબેન રાવળના સમર્થનમાં આ કાર્યાલય કાર્યરત કરાયું છે. કાર્યાલયનું ઉદ્ઘાટન ગોપાલભાઈપાઠક, કાલિકા માતાજી મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસ, પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે કાલિકા મંદિરના પુજારીએ ચારેય ઉમેદવારોને વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા.આ તબક્કે ઉમેદવાર વિવેક પટેલે જાહેરાત કરી હતી કે આ કાર્યાલય માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી પાંચ વર્ષ સુધી વોર્ડના મતદારોના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે ખુલ્લું રાખવામાં આવશે. પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે સભાને સંબોધતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અગાઉની સભામાં કરેલી વાતના આધારે કોંગ્રેસીઓએ તેમના પર દેશદ્રોહની ફરિયાદ કરી હતી,જે કેસ હજુ પણ ચાલુ છે.તેમણે સનાતની મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા સનાતન ધર્મને કચડવાનો પ્રયાસ કર્યો છે અને આતંકવાદીઓને સાથ આપ્યો છે. મનોજ પટેલે દાવો કર્યો હતો કે જ્યારે રામ ભક્તો પર ગોળીઓ ચાલતી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ મહેફિલો માણતા હતા. તેમણે 26તારીખે ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા હાકલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકામાં ભાજપની સરકાર બનાવવી એ જ લક્ષ્ય છે. ચૂંટણી પ્રભારી સત્યન કુલાબકરે કોંગ્રેસની પડતી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 720 જેટલી બેઠકો પર ફોર્મ પરત ખેંચાતા ભાજપ બિનહરીફ વિજેતા બની છે. તેમણે કોંગ્રેસને ડૂબતા ટાઈટેનિક જહાજ સાથે સરખાવી હતી.કુલાબકરે ઉમેર્યું હતું કે કોંગ્રેસે હંમેશા વિકાસ અને નારી શક્તિ બિલનો વિરોધ કર્યો છે.રામલલ્લાને કાલ્પનિક ગણાવી કોંગ્રેસે એફિડેવિટ કર્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે આ જંગને 'રામ અને રોમ' વચ્ચેની લડાઈ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે જનતા રામની સાથે છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે મતદારોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કે અપક્ષને મત આપવો એટલે મત બગાડવા સમાન છે.કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી નગરપાલિકામાં પણ ભાજપના શાસનથી વિકાસની ગતિ તેજ બનશે. તેમણે કાર્યકરોને ઓવર કોન્ફિડન્સમાં ન રહેવા અને છેલ્લા 4 થી 5 દિવસ વ્યક્તિગત સંપર્ક કરી પ્રત્યેક મતદાતા સુધી પહોંચવા વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વડાલી કેમ્પસમાં નવા સત્રથી MSc IT, સોઈલ લેબ:યુનિવર્સિટીનું આયોજન; રજિસ્ટ્રાર, અધિકારીઓએ સુવિધાઓની ચકાસણી કરી
    Next Article
    આજે અખાત્રીજ:સા.કાં.માં બાળલગ્ન અટકાવવા હેલ્પલાઇન નંબર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment