Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અખાત્રીજ:સા.કાં.માં બાળલગ્ન અટકાવવા હેલ્પલાઇન નંબર જાહેર

    13 hours ago

    અખાત્રીજના પવિત્ર અવસરે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગો યોજાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લામાં થતાં સંભવિત બાળલગ્નોને રોકવા વિશેષ અપીલ અને હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ છોકરી માટે 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરવા એ સજાપાત્ર ગુનો છે. આ કાયદા હેઠળ, બાળલગ્ન કરાવનાર વાલીઓ, સમૂહલગ્નના આયોજકો, સામાજિક આગેવાનો. લગ્ન વિધિ કરાવનાર ગોર મહારાજ કે કાજી. સેવા આપનાર રસોઈયા, મંડપ ડેકોરેશન અને ફોટોગ્રાફર આ તમામ જવાબદારો સામે ગુનો નોંધી 2 વર્ષની સખત કેદ અને રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે બાળલગ્ન સામાજિક દૂષણ છે જે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર અસર કરે છે. જો તમારા વિસ્તાર કે ગામમાં બાળલગ્ન થતાં હોય, જાણકારી આપવા મનીષ કે. જોશી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી) 9429259502, એસ. એસ. પાંડોર (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી) 9427672482, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100 તથા મહિલા હેલ્પ લાઇન 181 ઉપર જાણ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ વોર્ડ 1 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન:નેતાઓના કોંગ્રેસ પર પ્રહાર, વિવેક પટેલે 5 વર્ષ કાર્યાલય ખુલ્લું રાખવાની જાહેરાત કરી
    Next Article
    Kolkata Deputy Police Commissioner's Home Raided In Money Laundering Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment