Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ચાલકનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી:MS યુનિ. કેમ્પસમાં જીવલેણ સ્પીડમાં કાર ચલાવીને સ્ટંટબાજી કરનાર કારચાલકની પોલીસે ધરપકડ કરી, કાન પકડીને માફી માંગી

    16 hours ago

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી બેફામ સ્પીડ અને ઘોંઘાટથી ભય ફેલાવનાર કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કેમ્પસના શાંત વાતાવરણમાં એક કાર ચાલકે પોતાની લક્ઝુરિયસ કારને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધી હોય તેમ બેફામ સ્પીડે દોડાવી હતી. ત્યારે આસપાસના લોકો અને બાજુમાં આવેલી સ્કૂલના બાળકો પણ ગભરાઈ ગયા હતા. આ સમગ્ર વીડિયો વાયરલ થતા પોલીસે પણ કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સયાજીગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં કાર ચાલકે કાન પકડીને માફી માંગી હતી. સ્કૂલના નાના બાળકો માંડ-માંડ ભોગ બનતા બચ્યા હતા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં કારની ગતિ એટલી જોરદાર હતી કે, તેનો ભયાનક અવાજ સાંભળીને જ રસ્તે ચાલતા લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. સૌથી વધુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ હતી કે, આ રફ્તારના કહેર વચ્ચે એક્સપેરિમેન્ટલ સ્કૂલના નાના બાળકો માંડ-માંડ ભોગ બનતા બચ્યા હતા. જો સહેજ પણ ચૂક થઈ હોત, તો એક મોટી અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ શકી હોત. કાર ચાલકની આ જીવલેણ બેદરકારીએ અનેક નિર્દોષોના જીવ જોખમમાં મૂક્યા હતા. કારને જોઈને મને એકદમ બીક લાગી આ અંગે રામુદાન ગઢવી જેઓએ આ કાર ચાલકને નજરે જોયો અને કાર્યવાહીની માંગ કરીને જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટી બરોડા ખાતે આવેલી એક્સપેરીમેન્ટલ સ્કૂલના ગેટ પાસેથી એક સફેદ કાર બેફામ રીતે અંદર પ્રવેશી હતી. ત્યાં શાળાના બાળકો હતા અને હું પણ મારી પૌત્રીને રોજ સ્કૂલે મૂકવા આવું છું અને અહીં બેસું છું. કારને જોઈને મને એકદમ બીક લાગી, એટલે હું રોડની બાજુમાં ઊભો રહી ગયો. પરંતુ એ કાર ખૂબ જ બેફામ રીતે ત્યાંથી નીકળી ગઈ. આવા કાર ચાલકોને સજા થવી જોઈએ. 'બ્રેક મારતો અને એક્સિલેટર દબાવતો હતો' વધુમાં રામુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કારનો અવાજ બહુ જ આવતો હતો. તે વારંવાર બ્રેક મારતો હતો અને એક્સિલેટર દબાવતો હતો, જેના કારણે એટલો મોટો અવાજ આવતો હતો કે આજુબાજુના બધા લોકોનું ધ્યાન ત્યાં ગયું. ઘણા બધા લોકો ઊભા રહીને જોવા લાગ્યા હતા. આવી રીતે બેફામ ગાડી ચલાવે તો સામાન્ય લોકોએ કેવી રીતે જજમેન્ટ લેવું? કદાચ આ કારની કોઈની સાથે ટક્કર વાગી હોત તો કોઈ બચે જ નહીં, ભાગ્યે જ કોઈ બચે. આ દરમિયાન સયાજીગંજ પોલીસે કાર ચાલક કરણ નરોતમભાઈ ભાભોર (ઉ.વ.22 રહે-સંજયનગર ઝુપડપટ્ટી, સમા, વડોદરા)ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં કાર ચાલકે કાન પકડીને માફી માંગી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલ ઓન વ્હીલ્સ બસો અગરિયા વિસ્તારમાં પહોંચી:પાટડીને પ્રથમ તબક્કે 6 બસો મળી, તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ
    Next Article
    BPL સિઝન-2માં અનેક રેકોર્ડ બન્યા:ખેલાડીઓએ 4 સેન્ચુરી અને 27 હાફ સેન્ચુરી ફટકારી, ચેમ્પિયન ટીમ A4 પાવરસ્ટ્રાઈકર્સની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment