Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BPL સિઝન-2માં અનેક રેકોર્ડ બન્યા:ખેલાડીઓએ 4 સેન્ચુરી અને 27 હાફ સેન્ચુરી ફટકારી, ચેમ્પિયન ટીમ A4 પાવરસ્ટ્રાઈકર્સની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો આવશે

    10 hours ago

    બરોડા પ્રીમીયર લીગ (BPL) સીઝન-2ના ચેમ્પીયન A4 પાવરસ્ટ્રાઈકર્સ અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથે મળીને ચેમ્પીયનશીપના અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ, ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, મીડીયાના પ્રતિનિધિઓ અને રમતગમત અને વ્યવસાયિક સમુદાયોના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. BPL સીઝન-2માં ખેલાડીઓએ 4 સેન્ચુરી અને 27 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ કાર્યક્રમમાં (BPL) સીઝન-2ના સફળ સમાપનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચેમ્પીયન્સ ટીમ A4 પાવરસ્ટ્રાઇકર્સની સાથે સાથે રનર્સ અપ ટીમ એલેમ્બિક વોરીયર્સનું પણ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે A4 પાવરસ્ટ્રાઇકર્સ એક સારી પર્યાવરણીય પહેલ કરવામાં આવી. “ચેમ્પિયન્સ સોવ હોપ” દ્વારા ટીમના મેદાન પરના પ્રદર્શનના આધારે વૃક્ષારોપણ કરવાનું વચન આપ્યું હતું. ટીમની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો વાવવામાં આવશે આ પહેલના ભાગરૂપે A4 પાવરસ્ટ્રાઈકર્સ દ્વારા લેવામાં આવતી દરેક વિકેટ એક વડનું વૃક્ષ વાવવામાં આવશે તેમજ ટીમ દ્વારા ફેંકવામાં આવેલ દરેક ડોટ બોલ માટે એક વૃક્ષનો છોડ વાવવામાં આવશે. આ સીઝનમાં ટીમની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત ટીમે 385 ડોટ બોલ ફેંક્યા હતાં જેથી 385 વધારાના વૃક્ષો વાવવામાં આવશે. A4 પાવરસ્ટ્રાઇકર્સ એ એક એવી પહેલી ટીમ છે જેને સત્તાવાર રીતે પોતાની ટીમનું એન્થમ રજુ કર્યું અને અનોખી ઓળખ ઉભી કરી છે. બરોડા પ્રીમિયર લીગમાંથી પણ ઘણા ખેલાડીઓ આગળ જઈ શકે તેમ છે A4 પાવરસ્ટ્રાઇકર્સના કેપ્ટન વિષ્ણુ સોલંકીએ જણાવ્યું હતું કે, આ વર્ષે બધી જ ટીમના તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. દરેક ટીમમાં સિનિયર ખેલાડીઓ જુનિયર ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરીને ટીમને મજબૂત બનાવતા હોય છે. ગયા વર્ષે વરસાદને કારણે ઓછી ઓવરોની મેચ રમાઈ હતી, જેથી ખેલાડીઓને બેટિંગ કે બોલિંગમાં પરફોર્મન્સ બતાવવાની ઓછી તક મળી હતી. પરંતુ આ વર્ષે 20 ઓવર પૂરી રમાઈ હોવાથી ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સક્સેસફુલ રહી છે. ફ્રેન્ચાઇઝીઓને પણ આ મેચો જોવાની ખૂબ મજા આવી છે. બરોડામાં એવા ઘણા સક્ષમ ખેલાડીઓ છે જે IPL અને ઇન્ડિયા ટીમ માટે રમી શકે છે. દરેક સ્ટેટમાં આવી પ્રીમિયર લીગ થતી હોય છે અને તેમાંથી જ ખેલાડીઓ IPL અને ઇન્ડિયા ટીમ માટે સિલેક્ટ થતા હોય છે. બરોડા પ્રીમિયર લીગમાંથી પણ ઘણા ખેલાડીઓ આગળ જઈ શકે તેમ છે, બસ તેમને મહેનત કરવાની જરૂર છે. ટીમ તરીકે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણો સુધારો કર્યો એલેમ્બિક વોરીયર્સના કેપ્ટન નિનાદ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારી આ સીઝન ખૂબ જ સરસ રહી. અમે ગ્રુપ સ્ટેજમાં ટેબલ પર ટોપ પોઝિશન પર ફિનિશ કર્યું હતું. ગયા વર્ષે પણ અમે ચેમ્પિયન હતા અને આ વખતે પણ અમે એ જ દબદબો જાળવી રાખ્યો હતો. ભલે કમનસીબે અમે ફાઇનલ હારી ગયા, પરંતુ એક ટીમ તરીકે આ વખતે અમે ગયા વર્ષ કરતાં ઘણો સુધારો કર્યો હતો. કોચ અને મેનેજમેન્ટ પણ આ પ્રદર્શનથી ખૂબ ખુશ છે. ધ્રુવ, સફવાન અને પઢિયાર જેવા ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં ખેલાડીઓએ પ્રદર્શન કર્યું છે તે જોતાં ચોક્કસપણે આ વખતે ખેલાડીઓના IPLમાં જવાના ચાન્સિસ ઘણા વધારે છે.
    Click here to Read More
    Previous Article
    કાર ચાલકનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી:MS યુનિ. કેમ્પસમાં જીવલેણ સ્પીડમાં કાર ચલાવીને સ્ટંટબાજી કરનાર કારચાલકની પોલીસે ધરપકડ કરી, કાન પકડીને માફી માંગી
    Next Article
    સુરત પાલિકાનો વડીલ-વંદના નિર્ણય:સોસાયટીઓ-સંસ્થાઓમાં 200થી વધુ સીનિયર સીટીઝન હશે તો ઘરે બેઠા ફ્રી બસ પાસ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment