Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલો સામે કાર્યવાહી:નાયબ કલેક્ટરની ટીમે રૂ.50 હજારનો દંડ કર્યો, ફરી નિયમભંગ થશે તો હોટલો સીલ કરવાની ચેતવણી

    12 hours ago

    ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા-અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર આવેલી હોટલોમાં સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેકેજ્ડ પીવાનું પાણી, ઠંડા પીણાં અને અન્ય પેકેજ્ડ ચીજવસ્તુઓ MRP કરતાં વધુ કિંમતે વેચાતી હોવાનું સામે આવતા પાંચ હોટલોના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ હાઈવે પરના હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વોટ્સએપ નંબર પર હોટલો વિરુદ્ધ ફરિયાદો મળી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અગાઉ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવા માટે વોટ્સએપ નંબર 8799231404 જાહેર કર્યો હતો. આ નંબર પર મળેલી બાતમી મુજબ ચોટીલા ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં MRP કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ હોટલોમાં MRP કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થયું આ બાતમીના આધારે નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તથા તોલમાપ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ખાનગી રીતે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પાંચ હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકેજ્ડ ચીજવસ્તુઓ માટે નક્કી કરેલા MRP કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થતાં Legal Metrology (Packaged Commodities) Rules હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પાંચ હોટેલો પાસેથી રૂ.50,000નો દંડ વસૂલયો કાર્યવાહી હેઠળ શ્રી રાજ રાજેશ્વરી હોટલ (ચોટીલા), રાજ મહેલ હોટલ (કુંભારા), શ્રી કૃષ્ણા હોટલ (નાના કાંઘાસર), આશાપુરા હોટલ અને બંસી હોટલના સંચાલકો સામે નિયમભંગ બદલ દરેક હોટલ દીઠ રૂ. 10,000 મુજબ કુલ રૂ. 50,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ફરીવાર આવું થયું તો હોટેલ સીલ કરવાની ચેતવણી અપાઈ આ ઉપરાંત તમામ હોટલ સંચાલકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-129 હેઠળ સારા વર્તનની જામીનગીરી અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો સંબંધિત હોટલોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : નાયબ કલેક્ટર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે યાત્રાળુઓ, પ્રવાસીઓ અને ગ્રાહકોના હિતો સાથે ચેડાં કરતી કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. આવનારા સમયમાં પણ આવી સંયુક્ત તપાસો નિયમિતપણે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિવાદિત એન્જિનિયર સુજલ પ્રજાપતિ ફરી ચર્ચામાં:હાઈકોર્ટના ઓર્ડર અને ફાયર NOC છતાં ઉધના ઝોનની 11 દુકાનો સીલ, વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે 'ઇચ્છામૃત્યુ' માંગ્યું
    Next Article
    એજ્યુકેશન આલમમાં ભારે ચકચાર:જાણીતી સંસ્થાના પુસ્તકની બેઠ્ઠી નકલ કરી કરોડોની છેતરપિંડી આચરનાર પૂર્વ ફેકલ્ટી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment