Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજ્યુકેશન આલમમાં ભારે ચકચાર:જાણીતી સંસ્થાના પુસ્તકની બેઠ્ઠી નકલ કરી કરોડોની છેતરપિંડી આચરનાર પૂર્વ ફેકલ્ટી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

    14 hours ago

    ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી સંસ્થા જ્ઞાનલાઈવ એજ્યુકેશનના પુસ્તકની શબ્દે શબ્દની બેઠ્ઠી નકલ કરીને બજારમાં મોટા પાયે વેચી કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવા મામલે સંસ્થામાં અગાઉ કન્સલ્ટન્ટ ફેકલ્ટી તરીકે ફરજ બજાવી ચૂકેલા જયેશ આહીર અને તેના સાથીદારો સામે આ ગંભીર કાવતરા બદલ કૉપીરાઇટ એક્ટ હેઠળ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તરલ પટેલની ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમદાવાદ શહેરના મોટેરા ખાતે એ-3 હાઉટ્સ, બ્લોક નંબર બી/383 માં રહેતા અને મૂળ દાલોદ ગામના વતની 39 વર્ષીય તરલ મંગળભાઈ પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરલ પટેલ કુડાસણમાં આવેલ કેશવમ સ્ક્વેર ખાતે જ્ઞાનલાઈવ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે. આ કંપની GYAN LIVE ના નામે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું મટીરીયલ અને ઓનલાઈન કોચિંગ તૈયાર કરી વેચવાનું વ્યાવસાયિક કામકાજ કરે છે. 34.48 લાખથી વધુની માતબર રકમ ટ્રાન્સફર ફરિયાદની વિગતો મુજબ, મુખ્ય આરોપી જયેશભાઈ આહીરને જ્ઞાનલાઈવ કંપની દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2024 ના રોજ લેખિત કરાર હેઠળ કન્સલ્ટન્ટ ફેકલ્ટી તરીકે રાખવામાં આવ્યો હતો. આ સેવાઓ બદલ કંપની તેને દર મહિને 80 હજાર ચૂકવતી હતી. કંપનીમાં તેના કાર્યકાળ દરમિયાન તેને કુલ રૂ. 34.48 લાખથી વધુની માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. કરારની શરતો મુજબ જયેશ આહીર દ્વારા તૈયાર કરવામાં આવતા તમામ કન્ટેન્ટના તમામ હક્કો અને માલિકી સંપૂર્ણપણે અને કાયમી ધોરણે જ્ઞાનલાઈવ કંપનીના હસ્તક જ રહેવાના હતા. તે આ ડેટા કે કન્ટેન્ટનો પોતાના અંગત સ્વાર્થ માટે કે અન્ય કોઈ માટે ઉપયોગ કરવા, વેચવા, શેર કરવા કે નકલ ન કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલો હતા. કંપનીનો છેડો ફાડ્યા બાદ ગુરુ ઓનલાઈન સંસ્થા શરૂ કરી ત્યારબાદ જયેશ આહીરે 31 ઓગસ્ટ 2025ના રોજ જ્ઞાનલાઈવ કંપનીમાંથી છેડો ફાડ્યો હતો. તે સમયે બંને પક્ષો વચ્ચે સ્ટેમ્પ પેપર પર પોસ્ટ-એન્ગેજમેન્ટ/ સેટલમેન્ટ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તમામ કન્ટેન્ટ કંપનીની વિશિષ્ટ માલિકીનું રહેશે. જોકે, કંપની છોડ્યા બાદ જયેશે પોતાના સાથીદારો સાથે મળીને ગુરુ ઓનલાઈન સંસ્થા શરૂ કરી દીધી હતી. યુટ્યુબ ચેનલ પર એક પુસ્તકની ડેમો કોપી મૂકવામાં આવી બીજી તરફ જ્ઞાનલાઈવ સંસ્થા દ્વારા તારીખ 7 નવેમ્બર 2824 ના રોજ મુખ્ય સેવિકા CDPO નામના પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે મે-2026 ના બીજા અઠવાડિયામાં ગુરુ ઓનલાઈનની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં આ જ નામથી એક પુસ્તકની ડેમો કોપી મૂકવામાં આવી હતી. આ ડેમો કોપી જોતા જ્ઞાનલાઈવના સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. પુસ્તક શબ્દે શબ્દની ચોરી કરીને બજારમાં વેચવા મૂક્યું કારણ કે પુસ્તકની ડિઝાઇન, કલર, વિગતો અને વિષયો અદ્દલ GYAN LIVE ના પુસ્તક જેવા જ હતા. કંપની દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા અને પેજ બાય પેજ સરખામણી ચાર્ટ તૈયાર કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ માત્ર ઉપરનું કવર પેજ બદલીને અંદરનું આખું પુસ્તક શબ્દે શબ્દની ચોરી કરીને પોતાના નામે બજારમાં મોટા પાયે વેચવા મૂકી દીધું હતું. આ નકલ દ્વારા સંસ્થાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસ ફરિયાદ કરશો તો મજા નહીં આવેની ધમકી આપી આ કૉપીરાઇટ ભંગ બાબતે જ્યારે જ્ઞાનલાઈવ તરફથી જયેશ આહીર વગેરેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઉદ્ધત વર્તન કરીને જે થાય તે કરી લો તેવો જવાબ આપ્યો હતો. ઉપરાંત તારીખ 8 જૂન 2026 ના રોજ જયેશ આહીરે જ્ઞાનલાઈવની કુડાસણ ખાતેની ઓફિસે જઈ કહ્યું હતું કે, હવે પછી અમે આ પુસ્તકોનું વેચાણ નહીં કરીએ પણ જો તમે કોઈ પોલીસ ફરિયાદ કરશો તો મજા નહીં આવે તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી. જયેશ આહીર સહિતના આરોપીઓ સામે ફરિયાદ આખરે જ્ઞાનલાઈવ એજ્યુકેશન તરફથી જરૂરી દસ્તાવેજી પુરાવા, કન્સલ્ટન્ટ એગ્રીમેન્ટ, સેટલમેન્ટ એગ્રીમેન્ટ, સરખામણી ચાર્ટ અને અસલ તેમજ નકલ કરેલા પુસ્તકોની વિગતો સાથે મુખ્ય આરોપી તરીકે સુરતના બોમ્બે માર્કેટ પાસે અર્ચના સ્કૂલ પુરિયા ખાતે આવેલી હરિધામ સોસાયટીના મકાન નંબર 77 માં રહેતા જયેશભાઈ ગોબરભાઈ આહીર તેમજ અન્ય સહઆરોપીઓમાં ભગીરથસિંહ ભરતસિંહ રાઠોડ અને સ્લીપીંગ પાર્ટનર તરીકે ભૂમિકા ભજવનાર વિજય મહેતા વિરુધ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલો સામે કાર્યવાહી:નાયબ કલેક્ટરની ટીમે રૂ.50 હજારનો દંડ કર્યો, ફરી નિયમભંગ થશે તો હોટલો સીલ કરવાની ચેતવણી
    Next Article
    fastest growing construction company | J J Epc Pvt. Ltd. ના ફાઉન્ડર & એમ.ડી સાથે ખાસ વાત - ચિત |N18M

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment