Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી પરિપત્ર સામે જેતપરના ખેડૂતો અડગ:MRC કમિટીમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર, ખેડૂતોએ કહ્યું - માંગણી મુજબ વળતર બાદ જ ખેતરમાં વીજપોલ નાખવા દઈશું

    9 hours ago

    મોરબી જિલ્લાના જેતપર ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભા થનારા વીજપોલ માટે વળતર પ્રક્રિયાના ભાગરૂપે મૂલ્યાંકન કમિટી-MRCની રચના માટે ગામના ખેડૂતોના નામ સૂચવવા જણાવાયું હતું. જોકે બેઠકમાં હાજર રહેલા આંદોલન સમિતિના સભ્યો અને ખેડૂતો એકમત રહ્યા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલો નવો પરિપત્ર જ સ્વીકાર્ય નથી, તો MRC કમિટીમાં જોડાવાનો અથવા તેની રચનામાં સહભાગી થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. 4 જુલાઈના નવા પરિપત્ર સામે ખેડૂતોનો વિરોધ યથાવત રાજ્ય સરકારે 4 જુલાઈ, 2026ના રોજ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવા બદલ મળનારા વળતર અંગે નવી નીતિ જાહેર કરી હતી. પરંતુ જેતપર સહિતના ખેડૂતો આ નીતિથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર પૂરતું નથી અને તેમની વાજબી માંગણીઓ સ્વીકાર્યા બાદ જ ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે. આંદોલન પાર્ટ-3 અંતર્ગત સરકાર સુધી પહોંચાડી માંગણીઓ જેતપર ગામના ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ‘આંદોલન પાર્ટ-3’ અંતર્ગત તાજેતરમાં મહેન્દ્રનગર ચોકડીથી મોરબી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં તેમની માંગણીઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી કલેક્ટર મારફતે સરકાર સુધી તેમની રજૂઆતો પહોંચાડવામાં આવી છે અને માંગણી મુજબનું વળતર ન મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરીને મંજૂરી આપવામાં નહીં આવે. કોઈ સરકારી દસ્તાવેજ પર સહી નહીં, MRC કમિટીમાં નામ પણ નહીં બેઠક દરમિયાન તલાટી મંત્રીએ MRC કમિટીમાં જેતપર ગામના ખેડૂતોના નામ આપવા વિનંતી કરી હતી. જોકે ખેડૂતો અને આંદોલન સમિતિના સભ્યોએ એકસ્વરે જણાવ્યું કે નવો પરિપત્ર સ્વીકાર્ય ન હોવાથી તેઓ કમિટીમાં નામ આપશે નહીં તેમજ કોઈપણ પ્રકારના સરકારી દસ્તાવેજ પર સહી પણ કરશે નહીં. ખેડૂતોનું અંતિમ વલણ સ્પષ્ટ છે કે સરકાર તેમની માંગણીઓ અનુસાર યોગ્ય વળતર જાહેર કરે ત્યાર બાદ જ ખાનગી વીજ કંપનીને ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની મંજૂરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વરસાદનો નવો તોફાની રાઉન્ડ શરૂ:ડાયમંડ કિંગ ધીરુ રામાણીનો 44 કરોડમાં છૂટકારો, મોરબીમાં ગાય સાથે દુષ્કર્મનો પ્રયાસ, વીડિયો વાઇરલ
    Next Article
    11 આરોપી પાસેથી 24 હથિયાર, 32 કાર્ટીસ કબજે:PCBએ 3 દેશી બનાવટની પિસ્તોલ સાથે વધુ 3 આરોપીની ધરપકડ કરી, MPનો મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment