Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 આરોપી પાસેથી 24 હથિયાર, 32 કાર્ટીસ કબજે:PCBએ 3 દેશી બનાવટની પિસ્તોલ સાથે વધુ 3 આરોપીની ધરપકડ કરી, MPનો મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતો

    8 hours ago

    રાજકોટ શહેર PCBએ સમગ્ર સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતા મધ્યપ્રદેશના સકીલ સાદિક મન્સૂરી સહીત 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડી રિમાન્ડ દરમિયાન બીજા દિવસે યુટ્યુબરને બે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યા બાદ ગઈકાલે ત્રીજા દિવસે વધુ બે આરોપીને ત્રણ દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે વધુ ત્રણ આરોપીને ત્રણ ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મોજશોખ માટે હથિયાર રાખતા હોવાનું સામે આવ્યું છે. વધુ 3 આરોપીની ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, PCB પીઆઇ મેહુલ ગોંડલિયાની ટીમ દ્વારા સોમવારે 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વધુ 6 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી વધુ 8 ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સંદીપસિંહ પરમાર બાદ જયપાલ ડેડાણિયા અને આરીફ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આજે 16 જુલાઈએ વધુ 3 આરોપી ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારની ધરપકડ કરી વધુ 3 ગેરકાયદે હથિયાર કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓએ હથિયાર 40થી 50 હજારમાં ખરીદી કર્યાં તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપી જયપાલ ખાચર વિરુધ્ધ હત્યા, મારામારી અને પ્રોહિબીશનના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અલગ અલગ પકડાયેલ ત્રણેય આરોપીઓને પ્રદિપ કરપડા પાસેથી રૂપિયા 40,000 તથા 50,000માં ખરીદ કર્યાનું સામે આવ્યું છે. આરોપીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછ કરતા એ પણ જાણવા મળ્યું છે કે આરોપી પ્રદીપ કરપડા દર્શન પાસેથી અને દર્શન મુખ્ય આરોપી શકીલ મન્સૂરી પાસેથી ખરીદ કરતો હતો. મોજશોખ માટે યુટ્યુબર હથિયાર રાખતો હતો અગાઉ પકડાયેલ આરોપી સંદિપસિંહ પરમાર પોતે યુટ્યુબર છે અને રાજકોટના કાલાવડ રોડ પર વેનીલા કાફે ચલાવી રહ્યો છે. સંદિપસિંહ પરમારને પોતાની યુટ્યુબ ચેનલમાં 55,000 ફોલોઅર્સ છે અને પોતે મોજશોખ ખાતર હથિયાર રાખતો હોવાની કબૂલાત આપી હતી. વર્ષ 2025નો એક વિડીયો સંદિપસિંહ પરમારનો સામે આવ્યો છે જેમાં તે કમરમાં બંદૂક લટકાડી જાણીતા કલાકાર ઉપર રૂપિયા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે. ગઈકાલે પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હથિયારોની ડિલવરીની બાતમીના આધારે PCBની કાર્યવાહી રાજકોટ શહેર PCBના PI મેહુલ ગોંડલીયા અને PSI આર.કે.જાડેજા, પી.બી.ત્રાજીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયાર સપ્લાય કરતો મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી રાજકોટથી કુવાડવા તરફ જતા હાઇવે રોડ પર વાંકાનેર ચોકડી પાસે ગેરકાયદેર હથિયારોની ડિલવરી આપવા આવનાર છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન સકીલ આવતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી ગેરકાયદે દેશી બનાવટના 5 હથિયાર, 20 નંગ કાર્ટીસ મળી આવ્યા હતા. હથિયાર ખરીદી માટે આવેલા અન્ય એકને પણ ઝડપી લેવાયો રાજકોટ PCBએ અમદાવાદ હાઇવે પરથી જયારે સકીલની ધરપકડ કરી ત્યારે ત્યાં તેની પાસેથી હથિયાર ખરીદ કરવા આવેલ જયસુખ ઉર્ફે જેસો વાઘેલા પણ મળી આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આ પછી આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સકીલ સાદીક મન્સુરીએ અગાઉ પણ દેશી બનાવટના હથીયારો તથા કાર્ટીસ ચોટીલાના અનિલ ખેતરીયા અને ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરાને આપ્યા હતા જેથી અનિલ ખેતરીયાને ઝડપી તેની પાસેથી દેશી બનાવટના 3 હથીયાર તથા ગાવસ્કર ઉર્ફે દર્શન પાસેથી દેશી બનાવટના 5 હથીયાર તથા 10 કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક આરોપી પ્રદિપ કરપડા પાસેથી દેશી બનાવટના 3 હથીયાર કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસ પુછપરછમાં આરોપી સકીલ મધ્યપ્રદેશમાં અન્ય બે શખ્ખો પાસેથી 5થી 7 હજારમાં હથિયાર ખરીદ કરી અહીંયા 25થી 50 હજાર સુધી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આમ ગેરકાયદેસર હથીયારોનુ વેંચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના કેસમા તપાસ દરમિયાન 4 દિવસમાં કુલ 11 શખ્સોને દેશી બનાવટના 24 હથીયારો તથા જીવતા 32 કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી પરિપત્ર સામે જેતપરના ખેડૂતો અડગ:MRC કમિટીમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર, ખેડૂતોએ કહ્યું - માંગણી મુજબ વળતર બાદ જ ખેતરમાં વીજપોલ નાખવા દઈશું
    Next Article
    भाई पर लगे आरोपों के बीच धीरेंद्र शास्त्री पर बढ़ा जवाब देने का दबाव | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment