Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુવાનું નાટક કરી MRએ મહિલાના દાગીના હડપ કરી લીધા:પાલડીમાં મહિલા પતિ પાસેથી 12.42 લાખની દવા લઈને પણ ઠગાઈ કરી

    1 day ago

    અમદાવાદના પાલડીમાં રહેતી ખ્યાતિ શાહે વાસણા પોલીસ સ્ટેશનમાં હર્ષ ઓઝા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હર્ષે દવાની કંપનીમાં એમઆર તરીકે નોકરી કરતો હોવાનું કહી ખ્યાતિ અને તેના પતિ સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા. બાદમાં પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનું કહી ઘરમાં બીમારીનું કારણ વાસ્તુદોષ હોવાનું જણાવી વિધિના નામે સોનાના દાગીના પડાવી લીધાનો આક્ષેપ છે. એટલું જ નહીં, ખ્યાતિના પતિ પાસેથી ધંધા માટે લીધેલી દવાઓના લાખો રૂપિયા પણ ચૂકવ્યા નથી. અવારનવાર દવાઓ આપતો હોવાથી ઓળખાણ થઈ હતી ખ્યાતિની વાસણામાં શ્રી પાર્શ્વ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન હતી, જે હાલ બંધ છે. 2023માં હર્ષ ઓઝા તેની દુકાને આવ્યો હતો અને પોતે દવાની કંપનીમાં એમઆર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. હર્ષ અવારનવાર ખ્યાતિને દવાઓ આપતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ વધી હતી. ખ્યાતિના પતિ પણ દવાનો હોલસેલ વેપાર કરતા હોવાથી હર્ષે મહેસાણા અને પાટણના મેડિકલ સ્ટોરમાં દવાઓ પહોંચાડવાની વાત કરી હતી.વિશ્વાસ આવતા ખ્યાતિના પતિએ હર્ષ સાથે ધંધો શરૂ કર્યો હતો. ધીમે-ધીમે હર્ષનો પરિવાર સાથે પારિવારિક સંબંધ થઈ ગયો હતો અને તે ખ્યાતિના ઘરે પણ આવતો-જતો હતો. ભુવો છું કહીને વિધિ કરાવી, દાગીના લઈને ફરાર થયો આ દરમિયાન ખ્યાતીની દીકરી વારંવાર બીમાર રહેતી હોવાથી હર્ષે ખ્યાતિને કહ્યું હતું કે તેના ઘરનું વાસ્તુ બરાબર નથી અને તેના કારણે ઘરમાં બીમારી રહેતી હશે. ખ્યાતીએ તેને આ અંગે પૂછતાં હર્ષે પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હર્ષે વિધિ કરવાનું કહી મેડિકલ સ્ટોરમાં વિધિ કરી હતી. વિધિ દરમિયાન સોનાની વસ્તુઓ મુકવાનું કહેતાં ખ્યાતીએ ત્રણ-ચાર સોનાના દાગીના આપ્યા હતા. વિધિ પૂર્ણ કર્યા બાદ હર્ષ દાગીના પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ દાગીના પરત ન આપ્યા. ધંધા માટે લીધેલી દવાઓના 12.42 લાખ પણ ન આપ્યા બીજી તરફ મેડિકલ સ્ટોરના બિલના 12.42 લાખ રૂપિયા તેમજ ખ્યાતિના પતિ પાસેથી ધંધા માટે લીધેલી દવાઓના રૂપિયા પણ પરત ન કરતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નાગપાંચમના દિવસે ગોગાના ભુવા હોવાનો દાવો કરનાર હર્ષ સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નંદેસરીની શબરી એન્જિનિયરિંગમાં આગ:પ્લાસ્ટિક વેસ્ટ બળીને ખાખ, આગ મુખ્ય પ્લાન્ટ સુધી ન પહોંચતા મોટી હોનારત ટળી
    Next Article
    જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી કોન્ટ્રાક્ટરના બિલ અટકાવવા માંગ:તંત્રની મિલીભગત અને નબળું બાંધકામ, ગંભીર હોનારત સર્જાય તે પહેલાં નિષ્પક્ષ તપાસ કરો - પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment