Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદેસરીની શબરી એન્જિનિયરિંગમાં આગ:પ્લાસ્ટિક વેસ્ટ બળીને ખાખ, આગ મુખ્ય પ્લાન્ટ સુધી ન પહોંચતા મોટી હોનારત ટળી

    1 day ago

    વડોદરા નજીક આવેલા નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત શબરી એન્જિનિયરિંગ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં એકત્રિત કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં આગ ભભૂકી ઊઠતા ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જોકે, આગ મુખ્ય પ્લાન્ટ સુધી ન પહોંચતા માત્ર વેસ્ટ મટિરિયલ પૂરતી સીમિત રહેવાના કારણે સદનસીબે એક મોટું નુકસાન ટળી ગયું હતું. કર્મચારીઓ બહાર દોડી આવ્યા, પ્લાસ્ટિક વેસ્ટ બળીને ખાખ કંપની પરિસરમાં આવેલા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં ગોડાઉનમાં રહેલી તમામ પ્લાસ્ટિક વેસ્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ફાયર આગ પર કાબુ મેળવ્યો આગની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડ તેમજ નજીકની ખાનગી કંપનીઓની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમોએ સંયુક્ત કામગીરી કરી ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર આગ કાબૂમાં આવી જતાં સ્થિતિ થાળે પડી હતી, જ્યારે આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મહારાજા હિંમતસિંહજીની 127મી જન્મજયંતી ઉજવાઈ:ન્યાય મંદિર પાસે પ્રતિમાને પાલિકા પ્રમુખે ફૂલહાર કર્યા; શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહારાજાનું યોગદાન યાદ કરાયું
    Next Article
    ભુવાનું નાટક કરી MRએ મહિલાના દાગીના હડપ કરી લીધા:પાલડીમાં મહિલા પતિ પાસેથી 12.42 લાખની દવા લઈને પણ ઠગાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment