Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી કોન્ટ્રાક્ટરના બિલ અટકાવવા માંગ:તંત્રની મિલીભગત અને નબળું બાંધકામ, ગંભીર હોનારત સર્જાય તે પહેલાં નિષ્પક્ષ તપાસ કરો - પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા

    1 day ago

    શેત્રુંજીના સામાન્ય પૂરમાં જ નવો ચેકડેમ છિન્નભિન્ન, રૂ.22 કરોડના કાચા બાંધકામ પર થીગડાં મારવાનો ખેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામ નજીક રૂ. 52 કરોડના ખર્ચે મંજૂર થયેલ લિંક ચેકડેમના નિર્માણકાર્યમાં ભયંકર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપો તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ કર્યા છે અને આ અંગે સ્થળ મુલાકાત બાદ આ મુદ્દે કોન્ટ્રાક્ટરનું બિલ રોકવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને પત્ર લખી રજુઆત કરી છે. તાજેતરમાં શેત્રુંજી નદીમાં આવેલા સામાન્ય પૂરમાં જ ચાલુ કામગીરી દરમિયાન ચેકડેમમાં તિરાડો પડી જતાં અને વિવિધ ભાગો ક્ષતિગ્રસ્ત થતાં કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તિરાડો પર માત્ર થીગડાં મારીને નબળા બાંધકામને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અગાઉ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા કામ ટેન્ડરની જોગવાઈ મુજબ થતું હોવાનો બચાવ કરવામાં આવતો હતો. આ અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તારમાં ખારા પાણીને આગળ વધતું અટકાવવા અને મીઠા પાણીના સંગ્રહ માટે આ યોજના અત્યંત મહત્વપૂર્ણ છે કુલ રૂ. 52 કરોડમાંથી રૂ. 22 કરોડના ખર્ચે બાંધકામ થઈ રહ્યું છે અને બાકીની રકમ ખેડૂતોના વળતર માટે ફાળવવામાં આવી છે. હાલ માત્ર 40 થી 45 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે ત્યાં જ બાંધકામ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. જો સંપૂર્ણ ચેકડેમ આટલી નબળી ગુણવત્તા સાથે બનશે તો ભવિષ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે જાનમાલની હોનારત સર્જાવાની ભીતિ છે, સરતાનપર સહિત આસપાસના 16 થી 17 ગામોની 25 થી 30 હજારની વસ્તી માટે આ ડેમ જીવનદોરી સમાન છે આ પાણીથી ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે અને અડધા તળાજા વિસ્તારને મીઠું પાણી મળશે. આ ગંભીર બાબતે જળસંચય વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખીને તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરાવવા, કોન્ટ્રાક્ટરના બિલ અટકાવવા અને બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરાઈ છે. જો તંત્ર દ્વારા સત્વરે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર તળાજાની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભુવાનું નાટક કરી MRએ મહિલાના દાગીના હડપ કરી લીધા:પાલડીમાં મહિલા પતિ પાસેથી 12.42 લાખની દવા લઈને પણ ઠગાઈ કરી
    Next Article
    વાપી નોટિફાઇડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર JCB ફેરવાયું:ગુંજન ચોકી પાસે શેડ હટાવાતાં વેપારીઓમાં ફફડાટ; વારંવારની સૂચના છતાં દબાણ ન હટાવતા તંત્ર આકરા પાણીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment