Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ-રસ્તા, ગટર અને દૂષિત પાણીના પ્રશ્નો ગાજ્યા:રાજકોટ મનપાની સંકલન બેઠકમાં MP-MLA પોર્ટલમાં પ્રશ્નોનાં ઢગલા, ત્વરિત નિકાલ માટે મનપા કમિશ્નર તુષાર સુમેરાનો આદેશ

    19 hours ago

    રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યો દર્શિતા શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દર્શિતા શાહ અને રમેશ ટીલાળા દ્વારા રોડ-રસ્તા, ગટર અને દૂષિત પાણી જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પ્રશ્નો અને રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યો માટે ઓનલાઈન પોર્ટલ અથવા ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ, પ્રશ્ન કે રજૂઆત કરી શકે છે, સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ અથવા રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જેથી શહેરના ધારાસભ્યોને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મનપા દ્વારા પોર્ટલ અથવા ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે, જેના થકી કરવામાં આવેલ ફરિયાદ, પ્રશ્ન કે રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગેનું સ્ટેટસ પણ જાણી શકાશે. મ્યુ. કમિશનર દ્વારા બનાવવામાં આવેલ ઈ-સંકલન પોર્ટલમાં MP-MLA દ્વારા કરવામાં આવતી રજૂઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીશ્રીને મેસેજ દ્વારા જાણકારી મળે છે તેમજ અધિકારી દ્વારા લગત રજૂઆતો અથવા પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત MP-MLAને મેસેજ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, લાઈબ્રેરી અને દબાણ હટાવ શાખા લગત પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ. જ્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પ્રાણી રંજાડ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, બાંધકામ અને ફૂડ શાખા લગત પ્રશ્નો તથા રજૂઆતો રજૂ કરવામાં આવેલ, જેમાં પણ અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવ્યા હતા. ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અને રજૂઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને કડક સૂચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની આ બેઠકમાં ધારાસભ્યો દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનપા પ્રશાસન દ્વારા ઈ-ગવર્નન્સના માધ્યમથી લોકોના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની આ પદ્ધતિથી કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાગો ભોગોની બૂમ પડી ને 3નાં મોત:ભાવનગરના ઉરખલામાં અરેરાટી, વિદ્યાસહાયક ભરતીમાં OBCને 27% અનામતની માગ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    Next Article
    CMની USમાં 100થી વધુ ટેક લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠક:સેમિકન્ડક્ટરથી AI-ગેમિંગ સુધી સહયોગની ચર્ચા, ગુજરાતને ફ્યુચર ટેક્નોલોજીનું હબ બનાવવાનો પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment