Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMની USમાં 100થી વધુ ટેક લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠક:સેમિકન્ડક્ટરથી AI-ગેમિંગ સુધી સહયોગની ચર્ચા, ગુજરાતને ફ્યુચર ટેક્નોલોજીનું હબ બનાવવાનો પ્લાન

    17 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકન્ડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ તથા વન-ટુ-વન બેઠકો યોજી હતી. ગુજરાતના ડેલિગેશને ટેક્નોલોજી તથા સેમિકન્ડક્ટર ક્ષેત્રના 100થી વધુ ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ સેક્ટરના અગ્રણીઓ સાથે પણ અલગ બેઠકો યોજાઈ હતી. વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા કંપનીઓને આમંત્રણ મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર રોકાણ માટેનું સ્થળ નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને ગ્લોબલ સપ્લાય ચેઈનના નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા આહવાન કર્યું હતું. તેમણે આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા તથા B2B અને B2G બેઠકો મારફતે ગુજરાત સાથે સહયોગની નવી તકો શોધવા કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબ, તમામ સુવિધાઓ એકસાથે સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી ક્ષેત્રના લીડર્સ સાથેની બેઠકમાં CMએ કહ્યું હતું કે, સિલિકોન વેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે છે. ગુજરાતમાં કંપનીઓને RD અને ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ તથા ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. CMએ કહ્યું કે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા માત્ર ઈનોવેશનથી નહીં, પરંતુ જમીન, વીજળી, કનેક્ટિવિટી, મૂડી, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી તમામ સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા પર નિર્ભર છે. ગુજરાત આ તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજી આધારિત રોકાણ માટે તૈયાર છે. AI-જનરેટિવથી લઈને રોબોટિક્સ સુધી ચર્ચા AI, હેલ્થ ટેક, એજ્યુકેશન ટેક અને ગેમિંગ ક્ષેત્રની રાઉન્ડ ટેબલ બેઠકમાં AI, જનરેટિવ AI, રોબોટિક્સ, એજ્યુકેશન, હેલ્થ ટેક અને ગેમિંગમાં ઉભરી રહેલી તકો અંગે ચર્ચા થઈ હતી. લાર્જ લેંગ્વેજ મોડલ્સ સહિત જનરેટિવ AIના વધતા ઉપયોગ, એડવર્ટાઈઝિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એજ્યુકેશનમાં વીડિયો જનરેશન જેવી ટેક્નોલોજીથી થઈ રહેલા પરિવર્તન તથા ગુજરાતમાં તેના ઉપયોગ અને નવીનતાની સંભાવનાઓ પર પણ ચર્ચા થઈ હતી. ગેમિંગ સેક્ટરમાં નવી તકો શોધાશે મુખ્યમંત્રી અને ઈન્ડસ્ટ્રી લીડર્સે ગેમિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી નવી તકો અંગે પણ પરામર્શ કર્યો હતો. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહક નીતિઓ, ઈનોવેશન અને ઉદ્યોગોની ભાગીદારી મજબૂત બનાવી ગેમિંગ ક્ષેત્ર માટે સુદૃઢ ઈકોસિસ્ટમ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ હતી. ઉદ્યોગજગતે ગુજરાતની નીતિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી બેઠક દરમિયાન ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ગુજરાતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી પરમિશન પ્રક્રિયા અને બિઝનેસ-ફ્રેન્ડલી તથા પ્રોએક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને 2027ની વાયબ્રન્ટ સમિટના આયોજન અંગે ઉદ્યોગ પ્રતિનિધિઓને માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રોડ-રસ્તા, ગટર અને દૂષિત પાણીના પ્રશ્નો ગાજ્યા:રાજકોટ મનપાની સંકલન બેઠકમાં MP-MLA પોર્ટલમાં પ્રશ્નોનાં ઢગલા, ત્વરિત નિકાલ માટે મનપા કમિશ્નર તુષાર સુમેરાનો આદેશ
    Next Article
    "If BJP Fails, It Will Also Be Voted Out": UP Minister On Nishad Reservation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment