Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPના ડિંડોરીમાં તમામ શાળાઓમાં રજા:યુપીમાં ગંગા સહિત 10 નદીઓ બેકાંઠે, બિહારના 20 જિલ્લામાં યલો એલર્ટ

    1 day ago

    મધ્ય પ્રદેશમાં રવિવારે ઘણા જિલ્લાઓમાં વરસાદનો દોર ચાલુ રહ્યો. મંડલામાં નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી, જ્યારે ડિંડોરીમાં ભારે વરસાદ બાદ સોમવારે નર્સરીથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. રાજ્યમાં સક્રિય મોનસૂની ટ્રફ અને બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી કેટલાક દિવસોમાં વરસાદનો નવો દોર શરૂ થવાની સંભાવના છે. યુપીમાં સતત થઈ રહેલા મોનસૂની વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ગંગા, યમુના, શારદા અને સરયૂ સહિત 10થી વધુ નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. સોમવારે આખા રાજ્યમાં વરસાદની સંભાવના છે. લલિતપુર અને મહોબામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. બિહારમાં ચોમાસું સક્રિય છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે 20 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આકાશી વીજળી પડવાની પણ આશંકા છે. સેટેલાઇટ મેપમાં જુઓ મોનસૂની વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં ગર્લફ્રેન્ડનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી:GFનો ફોન અને ક્રેડિટ કાર્ડ લઈને ભાગતા જર્મનીથી ઝડપાયો, ભારત પહોંચવાનો હતો પ્લાન
    Next Article
    'સાહેબ હવે આવું નહીં થાય, એકવાર માફ કરી દો':મધરાતે અમદાવાદ સિવિલમાં રેપિસ્ટે લંગડાતા-લંગડાતા કાન પકડ્યા, રિવોલ્વર છીનવી ભાગવા જતા પોલીસે ગોળી ધરબી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment