Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી ગર્લફ્રેન્ડને કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા:માતા-પિતા ક્યાં મળ્યા હતા તે જોવા માંગતા હતા; જ્યારે પૂછ્યું- હવે ‘GF’ ક્યાં છે, તો બોલ્યા- મિત્ર છે

    10 hours ago

    રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન પહેલી વાર પોતાની ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હવે તેમની ગર્લફ્રેન્ડ ક્યાં છે, ત્યારે રાહુલે સ્મિત કરતાં કહ્યું—"હવે તે એક મિત્ર છે." કાર્યક્રમ બાદ X પરની એક પોસ્ટમાં રાહુલે એ પણ જણાવ્યું કે, આ દરમિયાન અચાનક બાળપણથી લઈને અત્યાર સુધીની ઘણી યાદો તાજી થઈ ગઈ. કાર્યક્રમમાં રાહુલે પોતાના માતા-પિતા, રાજીવ અને સોનિયાના સંબંધ વિશે વાત કરી. રાહુલે જણાવ્યું કે, તેઓ કેમ્બ્રિજમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ રેસ્ટોરન્ટમાં ગયા હતા, કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે તેમના માતા-પિતા ક્યાં મળ્યાં હતાં. વર્સિટી રેસ્ટોરન્ટમાં ગર્લફ્રેન્ડ સાથે જવાનો કિસ્સો સંભળાવ્યો રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેવી રીતે એક રેસ્ટોરન્ટમાં થયેલી સામાન્ય વાતચીતથી એક સંબંધ બંધાયો. રાહુલે કહ્યું- "મારા માતા-પિતા વિશે અનેક પ્રકારની વાતો પ્રચલિત હતી. તેમાંથી એક મોટી વાત એ હતી કે, તેઓ 'વર્સિટી રેસ્ટોરન્ટ'માં મળ્યા હતા. રાહુલ બોલ્યા- ઘણા વર્ષો પછી, જ્યારે હું કેમ્બ્રિજમાં હતો, ત્યારે મેં મારી ગર્લફ્રેન્ડને કહ્યું, 'ચાલો, વર્સિટી રેસ્ટોરન્ટ જઈએ.' હું જોવા માગતો હતો કે, મારા માતા-પિતા ક્યાં મળ્યા હતા... હું ત્યાં જઈને બેસી ગયો. વેઈટર મેન્યૂ લઈને આવ્યો, ત્યારે મેં તેને કહ્યું, 'મારા માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.' તેણે મારી તરફ જોયું અને કહ્યું, 'ઓહ, એ લોકો? હું તેમને ઓળખું છું.' મેં પૂછ્યું, 'તમે તેમના વિશે શું જાણો છો?' તેણે કહ્યું, 'હા, એ બંનેને. તમે કોની વાત કરી રહ્યા છો તે મને સારી રીતે ખબર છે.' રાહુલે કહ્યું- પ્રેમમાં પડવું હોય તો જાઓ, પરંતુ….. રાહુલે વાત આગળ વધારતાં કહ્યું- જ્યારે વેઇટરને પૂછ્યું કે, મેન્યૂમાં શું સારું છે, ત્યારે તેણે ‘ચિકન ચેઝર’ લેવાની સલાહ આપી. ત્યારબાદ રાહુલે કહ્યું- સાંભળો, જો તમે પ્રેમમાં પડવા માંગતા હો, તો વર્સિટી રેસ્ટોરન્ટમાં જજો, પરંતુ ત્યાં ક્યારેય ‘ચિકન ચેઝર’ ન ખાતા. રાહુલે સોનિયા તરફ ઈશારો કરતાં કહ્યું- “તેમને કદાચ યાદ હશે કે તે ખૂબ જ શાનદાર હતું, જ્યારે ભોજન ખૂબ જ ખરાબ હતું.” રાજીવ ગાંધીની હત્યા બાદ માતાનું જીવન બદલાઈ ગયું કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના પરિવારે જીવનના બે મહત્વપૂર્ણ આધાર ગુમાવ્યા. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો ઉલ્લેખ કર્યો. રાજીવ ગાંધીના મૃત્યુ બાદ સોનિયા ગાંધીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. રાહુલે પુસ્તકના શીર્ષકનો અર્થ સમજાવતાં પોતાના માતા-પિતાના ગાઢ સંબંધની વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું, “આ તેમના માટે ખૂબ જ ભયાનક સમય હતો, કારણ કે તેમને ખબર હતી કે આવું થવાનું છે. પુસ્તકનું નામ ‘બિલૉન્ગિંગ’ છે, કારણ કે તેઓ મારા પિતા સાથે જોડાયેલા હતાં અને મારા પિતા તેમની સાથે જોડાયેલા હતા.” તેમણે કહ્યું, “પછી મારા પિતા ચાલ્યા ગયા અને તેમણે બીજી સફર શરૂ કરી. એક અલગ માતા. મોજ-મસ્તી કરનારી માતા અને સ્મિત કરતી માતા ગાયબ થઈ ગઈ. એક નવી માતા સામે આવી.” રાહુલ બોલ્યા- કાર્યક્રમને બિન-રાજકીય રાખવાના નિર્દેશ હતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે તેમને કાર્યક્રમને બિન-રાજકીય રાખવાના કડક નિર્દેશ મળ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ સોનિયા ગાંધીને તેમના પુત્ર તરીકે લોકો સમક્ષ રજૂ કરવા માગે છે. તેમણે કહ્યું, “મને ખૂબ કડક નિર્દેશ મળ્યા છે અને હું તેનું પાલન કરીશ. રાજકારણ નહીં હોય. પરંતુ એક પુત્ર અથવા બાળકો તરીકે મને લાગ્યું કે આપણામાંથી કોઈ એકે પોતાની માતાની થોડી ઝલક પણ બતાવવી જોઈએ.” હાર્પર કોલિન્સનો દાવો- 7 દિવસમાં 2 લાખથી વધુ નકલો વેચાઈ હાર્પર કોલિન્સ ઈન્ડિયાના સીઈઓ અનંત પદ્મનાભન અનુસાર, એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં સોનિયા ગાંધીના પુસ્તકની બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તક પ્રકાશન ક્ષેત્રના અનેક રેકોર્ડ તોડી ચૂક્યું છે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસનાં સૌથી મોટાં સંસ્મરણોમાંનું એક બનીને ઊભરી આવ્યું છે. આ પુસ્તક 10 નવેમ્બરે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પુસ્તકના રિલીઝના દિવસે 10 મિનિટથી પણ ઓછા સમયમાં 15,000થી વધુ નકલો ડિલિવર કરવામાં આવી હતી, જેના કારણે તે દેશના પ્રકાશન ઇતિહાસમાં સૌથી ઝડપથી ડિલિવર કરવામાં આવેલું પુસ્તક બની ગયું છે. ઉદ્યોગના જાણકારો અનુસાર, કોઈ પુસ્તકને 'બેસ્ટસેલર' માનવાના માપદંડ લેખક, જૉનર (સાહિત્યપ્રકાર) અને પ્રકાશક અનુસાર અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે જ્યારે કોઈ પુસ્તકની 10,000થી વધુ નકલો વેચાઈ જાય છે, ત્યારે તેને બેસ્ટસેલર માનવામાં આવે છે. ------------------- સોનિયા ગાંધીના પુસ્તક સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… 'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે':સોનિયા ગાંધીએ લખ્યું- રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા 'હું નહોતી ઈચ્છતી કે રાજીવ PM બને':સોનિયા ગાંધીએ કહ્યું- મારું પુસ્તક બહાર પડશે ત્યારે હોબાળો જરૂર થશે, 5 દિવસમાં ત્રીજો VIDEO પોસ્ટ કર્યો સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા?:ઇટાલીના એક નાના શહેરથી ભારતના રાજકારણ સુધીની સફર
    Click here to Read More
    Previous Article
    PM મોદી અને ટ્રમ્પની આજે ફિલિપાઈન્સમાં મુલાકાત:ક્વાડ બેઠકમાં સામેલ થશે; અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાતના વિરોધમાં મનિલામાં પ્રદર્શન
    Next Article
    Days After Kaziranga Crash, Assam Announces 12-Point Road Safety Plan

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment