Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાહેબ હવે આવું નહીં થાય, એકવાર માફ કરી દો':મધરાતે અમદાવાદ સિવિલમાં રેપિસ્ટે લંગડાતા-લંગડાતા કાન પકડ્યા, રિવોલ્વર છીનવી ભાગવા જતા પોલીસે ગોળી ધરબી

    1 day ago

    અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માગતા-માગતા એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘સાહેબ હવે પછી આવું નહી થાય, એકવાર માફ કરી દો…’. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ઘટનાક્રમને તસવીરોમાં સમજો PIની રિવોલ્વર ઝૂંટવી ભાગ્યો હતો ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો પણ નોંધવામાં આવશે. પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્તો સારવારમાં છે. આ પણ વાંચો - 'સફારી વાળા સિક્યુરિટી ગાર્ડને શોધવાનો છે':મધરાતે જ 10 ટીમ અને હાથથી મેપ બનાવી 10 કિમી વિસ્તાર ફંફોળી નાંખ્યો આ પણ વાંચો - અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ
    Click here to Read More
    Previous Article
    MPના ડિંડોરીમાં તમામ શાળાઓમાં રજા:યુપીમાં ગંગા સહિત 10 નદીઓ બેકાંઠે, બિહારના 20 જિલ્લામાં યલો એલર્ટ
    Next Article
    Parliament Monsoon Session 2026 LIVE Updates: Kerala Renaming Proposal Among 4 Bills Set For Introduction In Lok Sabha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment