Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયામાં MLA અને ભાજપ નેતા વચ્ચે મોરેમોરો:MLAની ધમકી- વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરતા, ચૂંટણી પછી તમે છો અને હું છું; પૂરાણીએ કહ્યું- ધર્મેન્દ્રસિંહ ભૂમાફિયો

    1 day ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં ભાંજગડ સર્જાઈ છે. વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલ વાઘોડિયામાં પ્રચાર માટે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, પ્રોપેગન્ડા ચલાવનારને ખુલ્લી ધમકી આપું છું, વાઘોડિયાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ન કરતા, ચૂંટણી પછી તમે છો અને હું છું. તો સામે પક્ષે ભાજપના નિલેશ પુરાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડામર ચોર, ઓઈલ ચોર અને ભૂમાફિયો છે. ધર્મેન્દ્રસિંહ તંત્ર પર હાવી થઈને લોકશાહીના લીરેલીરા ઉડાવે છે. મારી પાર્ટીની સીટ 400ના બદલે 250 આવા લોકોને કારણે આવી છે. પાર્ટી ન્યાય કરીને આવા લોકોનું સ્થાન ચોક્કસ બતાવશે, તેવી મને આશા છે. નિલેશ પુરાણી હોય કે અન્ય, એક-એકનો હિસાબ લેવાશે: ઋત્વિજ પટેલ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, આમ તો આખી નગરપાલિકા બિનહરીફ થાય તેવી જ સ્થિતિ હતી. કોંગ્રેસ તો ક્યાંક છે જ નહીં. પક્ષના અંદરના લોકોએ જ વિરોધમાં ભૂમિકા ભજવી છે. સાંભળી લે એ બધા, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, તે ભલે નિલેશ પુરાણી હોય કે અન્ય કોઈ, જે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેમને હું સ્પષ્ટ જણાવી દેવા માંગુ છું કે ચૂંટણીના પરિણામો આવવા દો, એક-એકનો હિસાબ લેવામાં આવશે. ‘અમારા સંસ્કારો અમને રોકે છે, બાકી અમે કોઈને છેડતા નથી’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓને એમ લાગે છે કે પાર્ટીને કંઈ ખબર નથી પડતી, પણ ભાજપ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. અમે લોકશાહીમાં માનીએ છીએ. અમારા સંસ્કારો અમને રોકે છે, બાકી અમે કોઈને છેડતા નથી અને જો કોઈ અમને છેડે તો અમે તેને છોડતા પણ નથી. દુશ્મનને માફ કરી શકાય, પણ ગદ્દારને ક્યારેય માફ ન કરાય. પરિણામ આવ્યા પછી આ તમામ ગદ્દારો માટે ઓપરેશન ગંગાજળ’ શરૂ કરવામાં આવશે. તમામને પક્ષનો દરવાજો દેખાડી દેવામાં આવશે અને પક્ષની બહાર કરી દેવામાં આવશે. અમારે આવા ગદ્દાર કાર્યકર્તાઓની કોઈ જરૂર નથી. જ્યારે મારી પાસે વાઘોડિયાના આટલા બધા દેશભક્ત અને વફાદાર કાર્યકર્તાઓ હોય, ત્યારે પક્ષને કોઈ ગદ્દારની જરૂર નથી. ‘અમે ભણતા ત્યારે વાઘોડિયામાં કોનો અને કેવો ત્રાસ હતો એ નજીકથી જોયો’ ઋત્વિજ પટેલે ઉમેર્યું કે, હું વાઘોડિયાથી બિલકુલ પરિચિત છું. એવું નથી કે હું અહીં પહેલીવાર આવ્યો છું. આ વિસ્તારની રગે-રગથી હું વાકેફ છું. જ્યારે અમે ભણતા હતા, ત્યારે વાઘોડિયામાં કોનો અને કેવો ત્રાસ હતો, એ અમે નજીકથી જોયું છે. એ સમયે અહીં જે પ્રકારની અરાજકતા અને ડરનો માહોલ હતો, તેના અમે સાક્ષી છીએ. જો મેં ભણતી વખતે આ બધું જોયું હોય, તો વાઘોડિયાની જનતા એ ગુંડાઓને ક્યારેય ભૂલી શકે નહીં. એ ગુંડાઓને સીધા કરવાનું અને વાઘોડિયામાં શાંતિ સ્થાપવાનું કામ જો કોઈએ કર્યું હોય, તો તે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું છે. તેમના જ પ્રયત્નોથી આજે જનતા રાહતનો શ્વાસ લઈ રહી છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વેપારીઓને ગર્ભીત ધમકી વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાઘોડિયાનું વાતાવરણ અત્યારે શાંત છે. તમે જોયું હશે કે ભૂતકાળમાં વેપારીઓની ઘણી બધી દુકાનો તોડવાની નોબત આવી હતી, પરંતુ મેં ધારાસભ્ય તરીકે એ તમામ કાર્યવાહી અટકાવી છે મામલતદાર દ્વારા ઘણી દુકાનોને નોટિસો આપી દેવામાં આવી હતી. એ સમયે વેપારી એસોસિએશન મારી પાસે આવ્યું હતું અને મેં મામલતદારની તમામ કાર્યવાહીને રોકીને વેપારીઓના હિતમાં કામ કર્યું હતું. વેપારીઓએ એ વાત ભૂલવી ન જોઈએ કે તેમની દુકાનો તૂટતા મેં જ બચાવી છે. તેમને નોટિસો મળી હતી ત્યારે તેમના ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહે જ આ બધું અટકાવ્યું છે. જો તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જાઓ, તો પછી અમારે પણ નાછૂટકે કંઈક કરવું પડે, એવો સમય લાવતા નહીં. ‘આપણે એવા લોકોને સીધા કરી નાખીશું, ‘કમળ' સિવાય બીજી કોઈ વાત નહિ’ વધુ તેઓએ જણાવ્યું હતું કે, મારી સ્પષ્ટ સૂચના છે કે કોઈએ પણ આડા-અવળા પ્રયત્નો કરવાના નથી. દરેકે માત્ર 'કમળ'ની પેનલ સાથે જ ચાલવાનું છે. આપણો એક જ મંત્ર હોવો જોઈએ. કમળ, કમળ અને કમળ. પક્ષની શિસ્ત સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો ભૂલેચૂકે કોઈ ઉમેદવાર તમને ફોન કરીને કે મળીને એમ કહે કે, મને એક મત આપજો, બાકી તમારે જે કરવું હોય તે કરજો, તો તેની જાણ તુરંત કરજો. જો આવું કોઈ કરશે, તો એ ઉમેદવાર ચૂંટણી જીત્યો હશે તો પણ તેને ઘરે કાઢી મૂકીશું. ‘અમને છંછેડવાનો પ્રયાસ ન કરતા બાકી...’ તેઓએ ઉમેર્યું હતું કે, જુઓ, આપ સૌ જાણો છો કે જે કંઈ પણ પ્રોપેગન્ડા અત્યારે કરવામાં આવી રહ્યો છે, એ બાબતે આપના માધ્યમથી એ લોકોને ખુલ્લી ધમકી અને ચીમકી આપું છું. મારી સ્પષ્ટ વાત છે કે, વાઘોડિયા નગરનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ન કરતા. જો કોઈએ આવું સાહસ કર્યું, તો યાદ રાખજો, ચૂંટણી પૂરી થયા પછી તમે છો અને હું છું. અમને છંછેડવાનો પ્રયાસ ન કરતા બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે. ધર્મેન્દ્રસિંહ લોકશાહીના લીરેલીરા ઉડાવે છેઃ નિલેશ પુરાણી વાઘોડિયાના ભાજપના નેતા નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે લોકો પૈસાવાળા છે તે લોકો પાર્ટીને હાઇજેક કરવાનો પ્રયાસ કરે છે. પાર્ટીના સિદ્ધાંતો છોડીને આર્થિક ઉપાર્જન માટે કામ કરે છે. મને ગંદો ચીતરવા કરતા ધર્મેન્દ્રસિંહ ડામર ચોર, ઓઈલ અને ભૂમાફિયો છે. મારી પાર્ટીની સીટ 400ના બદલે 250 આવવા પાછળનું કારણ આવા લોકો છે. પાર્ટી ન્યાય કરીને આવા લોકોનું સ્થાન ચોક્કસ બતાવશે તેવી મને આશા છે.
    Click here to Read More
    Previous Article
    સદર બજાર અને ભીલવાસમાં લાલ પાણીથી લોકો ત્રસ્ત:વોકળા તેમજ ભૂગર્ભની સફાઈ ન થતા સ્થાનિકો ત્રાહિમામ, કરોડોનાં બંગલા વાળા ન્યુ જાગનાથ પ્લોટમાં સફાઈની સમસ્યા
    Next Article
    સાત મહિનાની પ્રેગ્નેન્ટ સગીરાને અબોર્શનની મંજૂરી:SCએ કહ્યું- આ બાળક નહીં, મહિલાની ઈચ્છાનો સવાલ છે, તેને ડિલિવરી માટે મજબૂર કરી શકાય નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment