Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી ધરપકડ ગેરકાયદેસર ઠરી તો ફરીથી મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી:પોલીસ સીધી ધરપકડ નહીં કરે, પહેલાં કારણ જણાવવું પડશે; SCએ નિયમો નક્કી કર્યા

    16 hours ago

    સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો ધરપકડના કારણો ન જણાવવાને કારણે કોઈ વ્યક્તિની ધરપકડ ગેરકાયદેસર જાહેર થાય, તો તેને ફરીથી ધરપકડ કરતા પહેલાં પોલીસે મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. કોર્ટે કહ્યું કે ફરીથી ધરપકડ કરતાં પહેલાં આરોપીને લેખિતમાં ધરપકડનું કારણ જણાવવું પડશે. પહેલી ધરપકડ કરનાર પોલીસ અધિકારીના ઉચ્ચ અધિકારીની મંજૂરી પણ જરૂરી રહેશે. ફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટને કારણ જણાવવું પડશે પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરીને જણાવવું પડશે કે પહેલી ધરપકડ વખતે આરોપીને કારણો શા માટે જણાવવામાં આવ્યા નહોતા. અરજી પર સંબંધિત પોલીસ અધિકારીના તાત્કાલિક ઉચ્ચ અધિકારીની સંમતિ પણ જરૂરી રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલી ધરપકડમાં ભૂલ કરનાર અધિકારી ફરીથી ધરપકડ કરવાનો નિર્ણય લઈ શકશે નહીં. મામલાની તપાસ પણ કોઈ અન્ય અધિકારીને સોંપવી પડશે. પહેલી ધરપકડ કરનાર અધિકારી સામે વિભાગીય તપાસ કોર્ટે સંબંધિત પોલીસ અધિકારી સામે વિભાગીય તપાસના નિર્દેશ આપ્યા છે. ભૂલ સાબિત થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સર્વિસ બુકમાં પણ તેનો રેકોર્ડ નોંધવામાં આવશે. મેજિસ્ટ્રેટની સંમતિ બાદ જ ફરીથી ધરપકડ મેજિસ્ટ્રેટ ત્યારે જ મંજૂરી આપશે, જ્યારે તેને લાગે કે પહેલી વાર ધરપકડ સમયે કોઈ વાસ્તવિક કારણસર આરોપીને કારણો જણાવી શકાયા ન હતા. સાથે જ બાદમાં કારણો લેખિત રૂપે જણાવવામાં આવ્યા હોય અને ફરીથી ધરપકડ કરવી જરૂરી હોય. કલમ 22(1) દરેક ધરપકડ પર લાગુ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 22(1) તમામ ધરપકડો પર લાગુ પડે છે. વિશેષ કાયદાઓ હેઠળ થયેલી ધરપકડમાં પણ તેનું પાલન જરૂરી છે. આરોપીને એ સાબિત કરવાની જરૂર નથી કે ધરપકડનાં કારણો ન જણાવવાથી તેને નુકસાન થયું. આ તેનો મૂળભૂત અધિકાર છે. ગેરકાયદેસર ધરપકડ બાદ મુક્તિ જામીન નથી કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 22(1)ના ઉલ્લંઘનને કારણે ધરપકડ રદ થાય ત્યારે વ્યક્તિની મુક્તિને જામીન માનવામાં આવશે નહીં. આ ચુકાદો 2025ના મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં નિર્ધારિત સિદ્ધાંતોને આગળ વધારે છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવની આ ખતરનાક સ્કિલ ચોરવા માંગે છે સૂર્યકુમાર યાદવ:સૂર્યવંશીની બેટિંગ પર ફિદા થયો SKY, સચિન તેંડુલકર અને રોહિત શર્મા વિશે કહી આ વાત
    Next Article
    મોરબીમાં ભાજપ નેતા પર દુષ્કર્મ કેસની તપાસ તેજ:5 વર્ષ જૂની ઘટનામાં સાયન્ટિફિક અને સાંયોગિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી, ફરાર નેતાની શોધખોળ ચાલુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment