Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તપાસ સમિતિની આંતરિક વિગતો સાર્વજનિક કરી શકીએ નહીં':ભૂતિયા ડિમોલેશન મામલે સેન્ટ્રલ ઝોન વડા આશિષ નાયકનું મોટું નિવેદન, MLA અરવિંદ રાણાએ HC મેટર કહી ચર્ચા કરવાનો જ ઈનકાર કર્યો

    10 hours ago

    સુરતના નાસિરનગર વિસ્તારમાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદે વહીવટી અને રાજકીય એમ બંને મોરચે ભારે હલચલ મચાવી દીધી છે. મહાનગરપાલિકાના અધિકારીઓથી લઈને સ્થાનીય રાજકીય નેતાઓ સુધીના તમામ લોકો આ સંવેદનશીલ મુદ્દે સીધો જવાબ આપવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં જ સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયક અને સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાના નિવેદનો સામે આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર મામલો હવે કાયદાકીય ગૂંચવણો અને સત્તાવાર તપાસના દાયરામાં અટવાયો છે. 'સમગ્ર વિષય હાલ તપાસ સમિતિ હસ્તક' સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ મુદ્દે સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયકે પત્રકારો સમક્ષ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, આ સમગ્ર વિષય અત્યારે તપાસ સમિતિના હસ્તક છે અને સમિતિ સ્વાયત્ત રીતે પોતાનું કાર્ય કરી રહી છે. 'તમામ માહિતી સત્તાવાળાને રજૂ કરી દીધી છે' આશિષ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ઘટના બની ત્યારે રજા પર હોવાને કારણે તેમને કંઈ ખબર નથી અને તેથી નિયત સમયમર્યાદામાં સંપૂર્ણ વિગતો સબમિટ કરી શક્યા ન હતા. જેથી તેમણે વહીવટી પ્રક્રિયા અંતર્ગત મુદ્દત માંગી છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાસે પ્રાથમિક તબક્કે જેટલી પણ માહિતી ઉપલબ્ધ હતી, તે તમામ તેમણે સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરી દીધી છે. જ્યારે મીડિયા દ્વારા તપાસની વિગતો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે, અમે તપાસ સમિતિની આંતરિક વિગતો સાર્વજનિક રીતે રજૂ કરી શકીએ નહીં. આ ઉપરાંત, કયા અધિકારીઓની બેદરકારી હતી અથવા કોની જવાબદારી નક્કી કરવી, તે બાબત તેમના અધિકારક્ષેત્ર બહાર હોવાનું કહીને તેમણે આ મામલેથી પલ્લું ઝાડી લીધું હતું. કાયદાકીય વિષય પર ટીપ્પણી કે ચર્ચા ન કરી શકાય: અરવિંદ રાણા બીજી તરફ, આ વિવાદ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે કાનૂની મર્યાદાઓનો હવાલો આપતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દાને હાઈકોર્ટ સાથે જોડાયેલો ગણાવતા જણાવ્યું હતું કે, આ સંપૂર્ણપણે એક જ્યુડિશિયલ મેટર છે. આ બાબતે મેં અગાઉ પણ મારો પક્ષ સ્પષ્ટ કર્યો છે અને કાયદાકીય રીતે જ્યારે કોઈ વિષય નામદાર કોર્ટ સમક્ષ પડતર હોય, ત્યારે તેના પર જાહેરમાં કોઈ ટિપ્પણી કે ચર્ચા કરી શકાય નહીં. ધારાસભ્યે ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હાલ આ મેટર હાઈકોર્ટમાં ચાલી રહી છે, તેથી હાઈકોર્ટ જે પણ પુરાવા અને દલીલોના આધારે આખરી નિર્ણય લેશે, તે તમામ પક્ષોને માન્ય રહેશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે? હાલની સ્થિતિએ, નાસિરનગરનો આ વિવાદ એક એવા વળાંક પર છે, જ્યાં વહીવટી તંત્ર તપાસ સમિતિના અહેવાલની આડમાં કશું પણ બોલવા તૈયાર નથી, તો રાજકીય નેતૃત્વ 'સબ-જ્યુડિશિયલ' બાબત હોવાનું કહીને મૌન સાધી રહ્યું છે. હવે આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી હાઈકોર્ટના આદેશ અને તપાસ સમિતિના આખરી અહેવાલ બાદ જ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    ચિત્રા વિસ્તારમાં પુત્રનો માતા પર પાઈપ વડે હુમલો:મકાનમાં ભાગ-હિસ્સો ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી, માતાની દીકરા સામે ફરિયાદ
    Next Article
    વિવાદિત એન્જિનિયર સુજલ પ્રજાપતિ ફરી ચર્ચામાં:હાઈકોર્ટના ઓર્ડર અને ફાયર NOC છતાં ઉધના ઝોનની 11 દુકાનો સીલ, વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે 'ઇચ્છામૃત્યુ' માંગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment