Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્રા વિસ્તારમાં પુત્રનો માતા પર પાઈપ વડે હુમલો:મકાનમાં ભાગ-હિસ્સો ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી, માતાની દીકરા સામે ફરિયાદ

    8 hours ago

    ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા વરિયા પાર્કમાં ગત 16 જૂનના રોજ મિલકતના હકહિસ્સાની માંગણી બાબતે માતા-પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદમાં મોટા દીકરાએ પોતાની 59 વર્ષીય વૃદ્ધ માતા પર પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને મકાનમાં ભાગ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હિંસક ઘટના અંગે ભોગ બનનાર માતાએ તેના મોટા દીકરા વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વિવાદ અને હિંસક હુમલો પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, વરિયા પાર્કમાં રહેતા 59 વર્ષીય ગવુબેન ધીરુભાઈ પુનાણી ગત 16 જૂનના રોજ બપોરે આશરે ચાર વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે સમયે કુંભારવાડા વિસ્તારમાં અલગ રહેતો તેમનો મોટો દીકરો મનીષ ધીરુભાઈ પુનાણી ત્યાં આવ્યો હતો અને મકાનમાં પોતાનો હકહિસ્સો માંગવા લાગ્યો હતો. આ બાબતે બોલાચાલી થતાં મનીષે અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા મોટા દીકરાએ ઘરમાં રહેલા પ્લાસ્ટિકના પાઈપ વડે વૃદ્ધ માતા પર હુમલો કરી દીધો હતો અને તેમના વાંસા સહિતના શરીરના ભાગો પર આડેધડ માર માર્યો હતો. પરિવારજનોએ વચ્ચે પડી બચાવ કર્યો માતા અને પુત્ર વચ્ચેનો ઝઘડો વધુ ઉગ્ર બનતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. મનીષનો પુત્ર વિશાલ તથા ગવુબેનના નાના દીકરાની પત્નીએ વચ્ચે પડીને વધુ મારામારી થતી અટકાવી હતી અને ગવુબેનને છોડાવ્યા હતા. ત્યારબાદ મનીષ ત્યાંથી નીકળતી વખતે માતાને ધમકી આપતો ગયો હતો કે જો મકાનમાં તેને હકહિસ્સો આપવામાં નહીં આવે તો તે તેમને જાનથી મારી નાખશે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગવુબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને ગુનો દાખલ આ સમગ્ર મામલે ગવુબેન પુનાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માતાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે આરોપી પુત્ર મનીષ પુનાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 352, 351(3), 115(2) તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    From ‘Maunmohan’ to ‘Maunendra’: Modi’s ‘strategic’ silence’ as Trump walks over India
    Next Article
    'તપાસ સમિતિની આંતરિક વિગતો સાર્વજનિક કરી શકીએ નહીં':ભૂતિયા ડિમોલેશન મામલે સેન્ટ્રલ ઝોન વડા આશિષ નાયકનું મોટું નિવેદન, MLA અરવિંદ રાણાએ HC મેટર કહી ચર્ચા કરવાનો જ ઈનકાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment