Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે કરી...!!! MLA GUJARAT તો પીધેલા પકડાયા:30 લાખની મર્સિડીઝમાં નંબર પ્લેટ ગાયબ ને ધારાસભ્યનું બોર્ડ, સુરતમાં દારુ પીને રોફ જમાવતા ફેક્ટરી માલિક સહિત બે નશાખોરો ઝડપાયા

    4 days ago

    સુરતમાં નંબર પ્લેટ વગરની 30 લાખની મર્સિડીઝમાં 'MLA GUJARAT'નું નકલી બોર્ડ લગાવી દારુ પીને રોફ જમાવતા ફેક્ટરી માલિક સહિત બે નશાખોરો ઝડપાયા છે. મોટા વરાછાના ટર્નિંગ પોઇન્ટ પર ઉત્રાણ પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમે કાર અટકાવી તપાસ કરતા ભોપાળું ચત્તું થયું છે. પકડાયેલો મુખ્ય આરોપી પ્રફુલ સંઘાણી કોસંબામાં પેવર બ્લોક અને પીપોદરામાં ટેક્સટાઈલ ફેક્ટરી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, બંને નશાખોરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પરણ દારુ અને જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. સ્માર્ટ સિટીમાં કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ નકલી હોદ્દાના બોર્ડ મારી ભયમુક્ત ફરતા નશાખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. બે માલેતુજારોને જેલના સળિયા પાછળ સુરત શહેરમાં ટ્રાફિક અને પ્રોહિબિશનના નિયમોને ઘોળીને પીજનારા તત્વો સામે કડક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જાહેર માર્ગો પર નશો કરીને વાહન ચલાવી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકતા તત્વોને ડામી દેવા પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોંકાવનારી સફળતા મેળવી છે, જેમાં ધારાસભ્યના નામનો દુરુપયોગ કરી વૈભવી કારમાં દારૂ પીને ફરતા બે માલેતુજારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. નંબર પ્લેટ ગાયબ, કાચ પર 'MLA GUJARAT'નું બોર્ડ ઉત્રાણ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ અને પીએસઆઈ આર.ડી. ધાધલ સહિતનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે મોટા વરાછા તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની મર્સિડીઝ (GLC 300 4 MATIK) કાર આવતી જણાઈ હતી. નવાઈની વાત એ હતી કે આ મોંઘીદાટ કાર પર કોઈ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ જ નહોતી. જ્યારે પોલીસની નજર કારના ડ્રાઇવિંગ સીટ સામેના કાચ પર પડી તો ત્યાં મોટા અક્ષરે 'MLA GUJARAT' લખેલું બોર્ડ મારેલું હતું. શંકા જવાના આધારે નાઇટ પેટ્રોલિંગ ટીમે તુરંત કારને આંતરીને તપાસ હાથ ધરી હતી. રોફ જમાવવા નકલી બોર્ડ લગાવ્યાની કબૂલાત પોલીસે જ્યારે કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ શરૂ કરી તો બંને પૂરેપૂરા દારૂના નશામાં ચૂર હોવાનું માલૂમ પડ્યું હતું. કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તેઓ રસ્તા પર વટ પાડવા અને રોફ જમાવવા માટે જ પોતાની કાર પર 'MLA GUJARAT'નું નકલી બોર્ડ લગાવીને ફરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તુરંત જ બંનેની અટકાયત કરી અંદાજે રૂ. 30 લાખની કિંમતની મર્સિડીઝ કાર અને નકલી બોર્ડ કબજે લીધા હતા. આરોપીઓમાં એક ટેક્સટાઇલ અને બ્લોક ફેક્ટરીનો માલિક પોલીસના સકંજામાં આવેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મોટા વરાછાનો મોટો ગજાનો વેપારી છે. પ્રફુલ શામજીભાઇ સંઘાણી (ઉ.વ.38) (રહે. સહજાનંદ પ્રસ્થ, ગોપીનગામ પાસે, મોટા વરાછા, સુરત) કોસંબા ખાતે શિવાલી ઇન્ડસ્ટ્રીઝમાં 'ઇનફા બ્લોક' નામની સિમેન્ટ પેવર બ્લોક બનાવતી કંપની ધરાવે છે અને પીપોદરા ખાતે 'આદિત્ય ટેક્સટાઇલ' નામની કંપનીનો માલિક છે. જ્યારે બીજો આરોપી આશિષ ચીમનભાઇ વેકરીયા (ઉ.વ.28) (રહે. સહયોગ સોસાયટી, પુણાગામ, સુરત) પણ વેપાર ધંધા સાથે સંકળાયેલો છે. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઉત્રાણ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 204, 319(2), 54 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ-185 અને પ્રોહિબિશન એક્ટની કલમ-66 (1)બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. પ્રફુલ સંઘાણી વિરૂદ્ધ અગાઉ વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે આશિષ વેકરીયા વિરૂદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં જ 2024માં જુગારધારાનો એક કેસ અને વર્ષ 2025માં દારૂના બે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમ કાયદા ઉલ્લંઘન, કામદાર શોષણ:ભરૂચમાં ભારતીય મજદૂર સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    પંચમહાલ પોલીસે બે ગુના ઉકેલ્યા:રાયોટિંગનો વોન્ટેડ આરોપી, ચોરીના મોબાઈલ સાથે તસ્કર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment