Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે બે ગુના ઉકેલ્યા:રાયોટિંગનો વોન્ટેડ આરોપી, ચોરીના મોબાઈલ સાથે તસ્કર ઝડપાયો

    4 days ago

    પંચમહાલ જિલ્લા પોલીસે ગુનેગારોને પકડવા માટે ચલાવેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે અલગ-અલગ બે દરોડા પાડીને રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપી અને ચોરીના મોબાઈલ સાથે એક તસ્કરને ઝડપી પાડ્યો છે. પ્રથમ કિસ્સામાં, ગોધરા ટાઉન 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ચકચારી ગુનામાં લાંબા સમયથી ફરાર ઝુલ્ફીકાર મહેબૂબ ઘંટીયાને ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. આ આરોપીની ધરપકડથી રાયોટિંગ કેસમાં વધુ તપાસ આગળ વધશે. બીજા દરોડામાં, ગોધરા SOG પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને મોબાઈલ ચોરીનો વણઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી જીતુ સોમાભાઈ દંતાણીને ₹33,000 ની કિંમતનો OPPO Reno 12 5G એન્ડ્રોઇડ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ સફળતાથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    ભારે કરી...!!! MLA GUJARAT તો પીધેલા પકડાયા:30 લાખની મર્સિડીઝમાં નંબર પ્લેટ ગાયબ ને ધારાસભ્યનું બોર્ડ, સુરતમાં દારુ પીને રોફ જમાવતા ફેક્ટરી માલિક સહિત બે નશાખોરો ઝડપાયા
    Next Article
    પાલનપુરમાં વાતાવરણમાં પલટો:ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment