Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમ કાયદા ઉલ્લંઘન, કામદાર શોષણ:ભરૂચમાં ભારતીય મજદૂર સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    4 days ago

    ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓના ઉલ્લંઘન અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના શોષણ મુદ્દે ભારતીય મજદૂર સંઘ (BMS) ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંઘે આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ કામદારો પાસે 8 કલાકને બદલે 10 થી 12 કલાક કામ કરાવવામાં આવે છે, છતાં તેમને પૂરતું વેતન મળતું નથી. આ ઉપરાંત, માલિકો દ્વારા કામદારોને મનસ્વી રીતે નોકરીમાંથી છૂટા કરવા, PF, ESIC, બોનસ અને ગ્રેચ્યુઈટી જેવા કાયદેસરના લાભોથી વંચિત રાખવા જેવી સમસ્યાઓ પ્રવર્તી રહી છે. પીવાના પાણી અને સુરક્ષાના સાધનો જેવી પ્રાથમિક સુવિધાઓ પણ અપાતી નથી. આવેદનપત્રમાં ઓવરટાઈમના દરની ચુકવણીમાં અન્યાય અને બીમારી કે અકસ્માત સમયે શ્રમિકોની ઉપેક્ષા થતી હોવાના આરોપો પણ લગાવાયા હતા. ભારતીય મજદૂર સંઘે કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમ મંત્રીને તાત્કાલિક ધોરણે નવા 4 શ્રમ કાયદાઓ (જે તારીખ 01-04-2026 થી અમલમાં આવ્યા છે)નું ચુસ્ત પાલન કરાવવાની માંગ કરી છે. વધુમાં, શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરીને શ્રમિકોને ઝડપી ન્યાય અપાવવા, 'સમાન કામ સમાન વેતન'નો અમલ કરવા અને ઓવરટાઈમની રકમ ડબલ દરે ચૂકવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ અને જિલ્લા પ્રમુખ પ્રતિક પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શ્રમિકોના આર્થિક અને સામાજિક વિકાસ વિના રાજ્યનો વિકાસ અધૂરો છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણના નામે ઉઘરાણી:બે આશ્રમ શાળાની માન્યતા રદ્દ, સંચાલક વસંત પટેલ સામે કાર્યવાહી
    Next Article
    ભારે કરી...!!! MLA GUJARAT તો પીધેલા પકડાયા:30 લાખની મર્સિડીઝમાં નંબર પ્લેટ ગાયબ ને ધારાસભ્યનું બોર્ડ, સુરતમાં દારુ પીને રોફ જમાવતા ફેક્ટરી માલિક સહિત બે નશાખોરો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment