Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા- પૂર્વ MLA બળદેવજી ઠાકોર:‘જેવા આવ્યા છો એવા સોસાયટીમાંથી નીકળો’, અમદાવાદમાં પ્રચાર કરવા ગયેલા BJPના ઉમેદવારનો વિરોધ

    4 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે કડીમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલ પર નિશાન સાધ્યું છે. નંદાસણમાં ભાજપના જ હોદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો આરોપ લગાવ્યો છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારનો વિરોધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર એવા મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાએ વિરોધ કર્યો હતો. ‘જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ’ મહિલાએ 'રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી ત્યારે જોવા આવ્યો નહીં અને હવે મત માંગવા માટે આવ્યા છો એટલે જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ' એમ કહી વાત કરી હતી. મહિલા ઉગ્ર વિરોધ કરી રહી હતી ત્યારે કાર્યકર્તા વચ્ચે બોલતા દારૂડિયાઓને લઈને આવો છો એવું પણ બોલી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    Click here to Read More
    Previous Article
    'મને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે':મુકેશ ખન્નાએ કહ્યું- રણવીર સિંહને 'શક્તિમાન' નહીં બનવા દઉં, નવા ચહેરા માટે દેશભરમાં ઓડિશન લઈશ
    Next Article
    દહેગામના પાલુન્દ્રાની સીમમાંથી 4 સટોડિયા 1.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ:ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર આઈપીએલ સટ્ટાના રેકેટનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment