Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામના પાલુન્દ્રાની સીમમાંથી 4 સટોડિયા 1.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ:ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર આઈપીએલ સટ્ટાના રેકેટનો પર્દાફાશ

    9 hours ago

    દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ 4 શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડતો દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમ પાલુન્દ્રા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.ત્યારે બાતમી મળી હતી કે હાજીમીયા ઉસ્માનમીયા શેખ નામનો શખ્સ પાલુન્દ્રા ગામની સીમના સર્વે નંબર 279 વાળા પોતાના ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડી રહ્યો છે. ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર જુગાર રમાડી રહ્યા હતા આ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ચાર શખ્સો ઝાડના છાયડે બેસીને મોબાઈલ દ્વારા ગ્રાહકો સાથે ટેલીફોનીક સોદા કરતા જોવા મળ્યા હતાં. જેમની તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે, આ શખ્સો ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા. આ 4 શખસની ધરપકડ જેના પગલે પોલીસે સ્થળ પરથી પાલુન્દ્રા ગામના હાજીમીયા ઉસ્માનમીયા શેખ, ભરતભાઈ વિજુભાઈ બારોટ , મોહમદ ઈમરાનમીયા નિવાજખાન શેખ અને વસીમઅકરમ યાસીનમીયા બાવનની (રહે.હિંમતનગર) ની ધરપકડ કરી લીધી હતી. 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 73 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 46,100ની રોકડ રકમ, સટ્ટાના આંકડા લખેલી 10 ચિઠ્ઠીઓ, બે ચોપડા, કેલ્ક્યુલેટર, પાવર બેંક અને અન્ય સાહિત્ય પણ મળી કુલ રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા- પૂર્વ MLA બળદેવજી ઠાકોર:‘જેવા આવ્યા છો એવા સોસાયટીમાંથી નીકળો’, અમદાવાદમાં પ્રચાર કરવા ગયેલા BJPના ઉમેદવારનો વિરોધ
    Next Article
    “To promote science education among girls in Punjab:” STEM Collective launched

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment