Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લાફા કાંડ' બાદ ચૈતર વસાવા સામે ફરિયાદ:ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા; MLAએ કહ્યું- 'જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય અપાવીશું'

    10 hours ago

    ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 'લાફા કાંડ' સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા છે. જે મામલે MLA ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય અપાવીશું. માહિતી અનુસાર, ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્સીમકેમ પ્રા. લી. કંપનીમાં 23 એપ્રિલે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 કામદારો ઘાયલ થયા હતા અને 2ના મોત થયા હતા. 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક કામદારોના પરિવારજનોને વળતર અપાવવા કંપની પરિસરમાં પહોંચ્યા હતા. કંપની પરિસરમાં ધારાસભ્ય અને હાજર લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિવાદ દરમિયાન ધારાસભ્યએ મૃતકના સંબંધીને લાફો માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે આ ઘટના ચર્ચામાં આવી હતી. આ ઘટના બાદ ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ટ્રેસપાસિંગ અને મારામારી સહિતના ત્રણ અલગ-અલગ ગુના નોંધ્યા છે. આ બંને FIR ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર 'સંવેદનશીલ' શ્રેણીમાં દર્શાવવામાં આવી છે. આ મામલે પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. જોકે, ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયો બનાવીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, કંપનીમાં આટલી મોટી ઘટના બની હોવા છતાં પોલીસે કંપની સામે કોઈ ફરિયાદ નોંધી નથી, જે ખોટું છે. તેમણે ઉમેર્યું કે, તેઓ લોકોના ન્યાય માટે ગયા હતા, પરંતુ તેમના અને તેમના સમર્થકો પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. વસાવાએ ભારપૂર્વક કહ્યું કે તેઓ જેલ જવાથી ડરતા નથી અને જ્યાં સુધી કંપનીના કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહેશે. બીજી તરફ, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ નગીનદાસ શેઠે નિવેદન આપ્યું છે કે, તમામ ઇજાગ્રસ્ત કામદારોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. જ્યાં સુધી કામદારો સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેમની સારવારનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે.
    Click here to Read More
    Previous Article
    LIC પોલિસી મેચ્યોર થયા પછી 48 લાખની છેતરપિંડી:ગાઝિયાબાદના ભેજાબાજે NPCIના અધિકારી બનીને 48 લાખ પડાવ્યા, પોલીસે મુખ્ય આરોપી સહિત સીમકાર્ડ વેચનારને ઝડપ્યો
    Next Article
    મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતનાને પોલીસે રાજસ્થાન-યુપીથી દબોચ્યા, રાજકીય અદાવતમાં મતદાનના આગલા દિવસે હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment