Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતનાને પોલીસે રાજસ્થાન-યુપીથી દબોચ્યા, રાજકીય અદાવતમાં મતદાનના આગલા દિવસે હત્યા

    11 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય દુશ્મનાવટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની ઘાતકી હત્યાના મામલે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાના અને ઉત્તરપ્રદેશમાંથી મુખ્ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓને દબોચી લીધા છે. સત્તાની લાલચ અને રાજકીય દુશ્મનીને કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઝડપાયેલા આરોપીઓ 1) ચૌધરી ભરત 2) ચૌધરી ધ્રુવ માધુભાઈ 3) મયુર જયંતિ 4) યશ ચૌધરી 5) પ્રતિકકુમાર ચૌધરી 6) ધર્મેન્દ્રકુમાર શું બની હતી ઘટના? ગઈ 25 એપ્રિલની મધરાત્રે તાવડીયા ચોકડી પાસે મિતેન ચૌધરી તેના મિત્રો સાથે ઉભો હતો, ત્યારે રાજકીય અદાવત રાખીને આવેલી બોલેરો અને ઇનોવા ગાડીમાં સવાર શખ્સોએ હુમલો કર્યો હતો. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ ભરત ચૌધરી અને તેના સાથીઓએ ગાળાગાળી કરી ધોકા અને છરી વડે મિતેન પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મિતેનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ પણ વાંચો... મધરાતે મહેસાણા મનપા ચૂંટણીને લઈ ખૂની ખેલ ખેલાયો રાજસ્થાન અને યુપીથી આરોપીઓ ઝડપાયા હત્યા બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા એસ.પી. હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બે રાજ્યમાં ઓપરેશન પાર પાડ્યું. રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામેથી મુખ્ય આરોપી ભરત માધુભાઈ ચૌધરી, પ્રતિક ચૌધરી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધીરુ ચૌધરીની ધરપકડ કરી હતી. તો યુપીના પ્રતાપગઢ ખાતે નાકાબંધી કરી ક્રેટા ગાડી સાથે ભાગી રહેલા ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹22,200 રોકડા, 6 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ક્રેટા કાર કબજે કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એસ.પી.હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, આ ગુનાનો ભેદ ઉકેલવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કરાયો હતો. હાલ તમામ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હથિયારો ક્યાંથી લાવ્યા અને અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગે સઘન તપાસ ચાલુ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2) અને 118(1) મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'લાફા કાંડ' બાદ ચૈતર વસાવા સામે ફરિયાદ:ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા; MLAએ કહ્યું- 'જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય અપાવીશું'
    Next Article
    accident occurred on the GIDC intersection bridge | વાપીના GIDC ચાર રસ્તા પુલ પર ગંભીર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment