Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LIC પોલિસી મેચ્યોર થયા પછી 48 લાખની છેતરપિંડી:ગાઝિયાબાદના ભેજાબાજે NPCIના અધિકારી બનીને 48 લાખ પડાવ્યા, પોલીસે મુખ્ય આરોપી સહિત સીમકાર્ડ વેચનારને ઝડપ્યો

    11 hours ago

    વીમા પોલિસી ધારકોની અંગત વિગતો મેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેગના બે આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુમિત કુમારે નાણા મંત્રાલયના અધિકારી હોવાનો ડોળ કરી એક વ્યક્તિ સાથે 48 લાખની છેતરપિંડી કરી હતી. આ કેસમાં તપાસ દરમિયાન બાયોમેટ્રિક ડેટાની ચોરી કરીને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ એક્ટિવેટ કરવાના રેકેટનો પણ ખુલાસો થયો છે. બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. NCPI અને નાણા મંત્રાલયનો અધિકારીની ખોટી ઓળખ આપી શહેરના એક ફરિયાદીની LIC પોલિસી વર્ષ 2022માં પૂર્ણ થઈ હતી અને તેના નાણાં પણ તેમને મળી ગયા હતા. જોકે, ત્યારબાદ તેમને સતત ફોન આવવા લાગ્યા હતા કે તેમના રોકાણ કરેલા નાણાં શેરબજારમાં છે અને તે મેળવવા માટે પ્રક્રિયા કરવી પડશે. આરોપી સુમિત કુમારે પોતે NCPI અને નાણા મંત્રાલયનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને 1.48 કરોડની લાલચ આપી હતી. અગાઉ બે વાર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ, ત્રીજી વખત જ્યારે આરોપીએ 48 લાખ પડાવ્યા, ત્યારે ફરિયાદીએ FIR નોંધાવી હતી. સાયબર ક્રાઈમેં તપાસ કરીને ઉત્તરપ્રદેશના સુમિત યાદવ અને આશુ અગ્રવાલની ધરપકડ કરી હતી. આરોપીએ પોલિસી ધારકોનો ગુપ્ત ડેટા ચોર્યો આરોપી સુમિત અગાઉ નોઈડાના બે વર્ષ એક કોલ સેન્ટરમાં કામ કરતો હતો, જ્યાંથી તેણે પોલિસી ધારકોનો ગુપ્ત ડેટા ચોર્યો હતો. સુમિત ડેટાના આધારે ભોગ બનનાર લોકોને શોધતો હતો જે બાદ પોલિસીની રકમ અપાવવાના બહાને સરકારી અધિકારી બની વાતચીત કરીને અલગ અલગ ટેક્સના નામે લાખો રૂપિયા પડાવતો હતો. આરોપીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં ઘરે બેઠા બેઠા લોકો સાથે ઠગાઈ જ કરે છે. ગ્રાહકની જાણ બહાર સિમ કાર્ડ એક્ટિવેટ કરી લેતો અન્ય આરોપી આશુ અગ્રવાલ સિમ કાર્ડ એજન્ટ છે, જે રસ્તા પર છત્રી લગાવીને સીમકાર્ડ વેચે છે. આશુ સિમકાર્ડ વેચતી વખતે ગ્રાહકોના બાયોમેટ્રિક લેતી વખતે 'ટેકનિકલ એરર'નું બહાનું કાઢીને બે-ત્રણ વાર અંગૂઠો મરાવતો હતો અને તે ડેટાનો ઉપયોગ કરીને ગ્રાહકની જાણ બહાર અન્ય સિમ કાર્ડ એક્ટિવેટ કરી લેતો હતો. આવા એક સિમ કાર્ડ તે છેતરપિંડી કરનારાઓને 5000માં વેચતો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, કોઈપણ લાલચમાં આવ્યા વગર સીધા LIC ઓફિસનો સંપર્ક કરવો અને 'સંચાર સાથી' (Sanchar Saathi) જેવી સરકારી વેબસાઈટ પર જઈને ચેક કરવું કે તેમના નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, જેથી બાયોમેટ્રિક ચોરીથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    IPS એસોસિએશનની ચૂંટણી પંચને રજૂઆત:ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર શેર કરેલા વિવાદાસ્પદ વીડિયો સામે કાર્યવાહીની માંગ
    Next Article
    'લાફા કાંડ' બાદ ચૈતર વસાવા સામે ફરિયાદ:ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા; MLAએ કહ્યું- 'જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય અપાવીશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment