Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોરેસ્ટ કર્મચારીઓને માર મારવાનો કેસ:MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત ચાર દોષિતોની જમીન અરજી ઉપર હાઇકોર્ટમાં સુનવણી પૂર્ણ, 22 જુલાઈએ ચુકાદો

    10 hours ago

    નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 14,1 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 09 આરોપીઓને 07 વર્ષની કેદની સજા ફટકારી હતી. જામીન પર બે દિવસ સુનાવણી યોજાઈ દોષિત ઠરેલા આરોપીઓ પૈકી ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અને જામીન અરજી દાખલ કરી છે. જે સંદર્ભે ગઈકાલે અને આજે ગુજરાત હાઇકોર્ટમાં શકુંતલા વસાવા સહિત ચાર આરોપીની જામીન અરજી ઉપર વિગતવાર સુનાવણી યોજાઈ હતી. હાઇકોર્ટે આજે જામીન અરજી ઉપર સુનાવણી પૂર્ણ થતા 22 જુલાઈએ ચુકાદો જાહેર કરશે તેમ જણાવ્યું છે. વન વિભાગના અધિકારીઓ અને ગામડાના લોકો વચ્ચે વિવાદ થયો હતો અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યો હતો. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં જંગલખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માંગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના નાગનેશ ગામે ધોધમાર વરસાદ:ખેતરોમાં પાણી વહેતા થયા, અન્ય ગામોમાં પણ માહોલ
    Next Article
    કચ્છ સહિત ગુજરાતના 4 જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી:કચ્છમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment