Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ સહિત ગુજરાતના 4 જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી:કચ્છમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    9 hours ago

    કચ્છ સહિત ગુજરાતના 4 જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી 'નાઉકાસ્ટ' આગાહી મુજબ, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી બે થી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવનાને પગલે આ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી કચ્છ જિલ્લામાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ વૃક્ષો કે વીજ થાંભલા પડી જવાની શક્યતાને પગલે પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-તળાવના કિનારે ન જવા અને વીજળીના કડાકા વખતે ખુલ્લામાં મોબાઈલનો ઉપયોગ ન કરી સુરક્ષિત ઇમારતમાં આશરો લેવા સલાહ આપી છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય 7 રાજ્યોમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ આ કુદરતી આફતની આગાહી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને પંજાબના અનેક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરાઈ છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર હોવાથી ભારે વરસાદ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફોરેસ્ટ કર્મચારીઓને માર મારવાનો કેસ:MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત ચાર દોષિતોની જમીન અરજી ઉપર હાઇકોર્ટમાં સુનવણી પૂર્ણ, 22 જુલાઈએ ચુકાદો
    Next Article
    સુરત મહાનગરપાલિકામાં મોટો ઝટકો:ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર રૂપેશ શાહના રાજીનામાને લઈ શનિવારે લેવાશે અંતિમ નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment