Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકામાં મોટો ઝટકો:ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર રૂપેશ શાહના રાજીનામાને લઈ શનિવારે લેવાશે અંતિમ નિર્ણય

    8 hours ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાંથી એક ચોંકાવનારા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાલિકાના સૌથી મહત્વના ઝોન પૈકીના એક એવા ઉધના ઝોન-Bમાં ફરજ બજાવતા વરિષ્ઠ કાર્યપાલક ઇજનેર (Executive Engineer) રૂપેશ શાહે અચાનક જ પોતાના પદ પરથી સ્વેચ્છિક રાજીનામું ધરી દીધું છે. મનપાના આટલા સિનિયર અધિકારી દ્વારા અચાનક લેવાયેલા આ નિર્ણયના પગલે પાલિકાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને મામલો ગરમાયો છે. સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ મળતી માહિતી મુજબ, રૂપેશ શાહના આ સ્વેચ્છિક રાજીનામા અંગેની દરખાસ્ત પાલિકાના મહેસૂલ મહેકમ વિભાગ દ્વારા સત્તાવાર રીતે સ્થાયી સમિતિ (Standing Committee) સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. નિયમ અનુસાર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓના રાજીનામા કે નિવૃત્તિ બાબતે આખરી મંજૂરી મેળવવા માટે સક્ષમ સમિતિ સમક્ષ દરખાસ્ત મોકલવી અનિવાર્ય હોય છે. આથી, ડેપ્યુટી કમિશનર (પે પ્રશાસન)ની સૂચનાથી આ પ્રક્રિયા ત્વરિત ગતિએ પૂર્ણ કરાઈ છે. આગામી શનિવારે મળનારી સ્થાયી સમિતિની મહત્વની બેઠકના એજન્ડા પર આ દરખાસ્તને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં મંજૂરીની મહોર વાગ્યા બાદ તેમને સત્તાવાર રીતે ફરજમુક્ત કરાશે. રાજીનામા પાછળ કયું કારણ જવાબદાર? કાર્યપાલક ઇજનેર રૂપેશ શાહે તેમના રાજીનામા પાછળ કોઈ વહીવટી વિવાદ, તંત્ર સામેની નારાજગી કે રાજકીય દબાણ દર્શાવ્યું નથી. તેમણે સંપૂર્ણપણે અંગત અને પારિવારિક કારણો આગળ ધર્યા છે. શાહે લેખિતમાં રજૂઆત કરી છે કે તેઓ પોતાના અંગત સ્વાસ્થ્ય (Health Issues) અને કૌટુંબિક કારણોસર હવે મનપાની આ કપરી અને ભારે જવાબદારીપૂર્વકની ફરજ લાંબો સમય બજાવી શકે તેમ નથી. જો કે, આટલા સક્ષમ અધિકારીએ અચાનક વિદાય લેતા એન્જિનિયરિંગ વિભાગના અન્ય કર્મચારીઓ અને સાથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. 30 વર્ષની દીર્ઘ સેવા અને તાજેતરમાં જ થઈ હતી બદલી રૂપેશ શાહ સુરત મનપાના ખૂબ જ અનુભવી અને સક્ષમ અધિકારી તરીકે જાણીતા છે. તેમણે પાલિકાના વિવિધ વિભાગોમાં આશરે 30 વર્ષ જેટલા લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી છે. તેઓ લાંબા સમય સુધી એસેસમેન્ટ વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવાઈ હતી. તેમની આ બહોળી અનુભવ ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ પાલિકા પ્રશાસન દ્વારા તાજેતરમાં જ ડેપ્યુટી કમિશનરની મંજૂરી સાથે તેમને ઉધના ઝોન - Bના કાર્યપાલક ઇજનેર જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉધના ઝોન-B જેવા હાઈ-પ્રોફાઈલ ઝોનમાં બદલી થયાના ટૂંકા જ સમયગાળામાં રૂપેશ શાહે અચાનક જ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા રાજીનામું આપી દેવાનો નિર્ણય કેમ કર્યો, તે બાબત હાલ પાલિકાની લોબીઓમાં ભારે રહસ્ય અને ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છ સહિત ગુજરાતના 4 જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી:કચ્છમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે
    Next Article
    Gujarat BJP Meeting | પ્રદેશ ભાજપની મહત્વની બેઠક | Kamalam | Gandhinagar | Gujarat |News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment