Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇતિહાસમાં પ્રથમવાર રણના અગરિયાઓના નુકસાનનો સરકારી સર્વે થશે:MLA પી.કે. પરમારની જાહેરાત; જિ.ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ આવતીકાલથી ઝૂંપડે-ઝૂંપડે જઈ રિપોર્ટ બનાવશે, 20 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ

    1 week ago

    કચ્છના નાના રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 19મી માર્ચે ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ અગરિયાઓના જીવનમાં જે વંટોળ સર્જ્યો હતો, તેના નુકસાનની વિગતો મેળવવા સરકાર પ્રથમવખત સત્તાવાર સર્વે હાથ ધરવા જઈ રહી છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ રણના ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરશે. કુદરતનો કહેર: 20 કરોડનું અંદાજિત નુકસાન 19મી માર્ચે આવેલા ભીષણ વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ કુદરતી આફતને કારણે મીઠા ઉદ્યોગને આશરે ₹15થી ₹20 કરોડનું મોટું નુકસાન થયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, મીઠાના ઉત્પાદન માટે વપરાતી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડીને ફંગોળાઈ ગઈ હતી. રણમાં સર્જાયેલી તારાજી ધારાસભ્યની સક્રિયતા અને સર્વેની જાહેરાત ખારાઘોડા ગ્રામપંચાયત અને અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહિતના આગેવાનોની રજૂઆત બાદ ધારાસભ્ય પી.કે. પરમારે તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, મેં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર પારેજીયા સાથે વાત કરી છે. આવતીકાલથી ટીમ રણમાં જશે અને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલશે. અગરિયાઓને ફરીથી સોલર પેનલો મળે તે માટે પણ અમે આગ્રહ રાખ્યો છે. અગરિયાઓની મુખ્ય માંગણીઓ: છેલ્લા પાંચ વર્ષથી કુદરતી અનિયમિતતા સામે લડતા અગરિયાઓ માટે આ સર્વે આશાનું કિરણ લઈને આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા કેટલી ઝડપથી સહાયની રકમ આ શ્રમિકો સુધી પહોંચાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગીર પથંકમાં વરસાદથી કેસર કેરી પર ખતરો:3 અકસ્માતમાં 4ના મોત, ભદ્ર પાથરણાં મામલે ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત
    Next Article
    ચંદ્રુમાણામાં નવીન દરજીએ માતાની પુણ્યતિથિ ઉજવી:શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ, રાત્રે ભજન કીર્તન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment