Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં MLA કુમાર કાનાણીનો નવો ધડાકો:વરાછાની 15થી વધુ સોસાયટીઓમાં રિઝર્વેશનના નામે અટકેલી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મેયરને સણસણતો પત્ર

    1 day ago

    સુરતના રાજકારણમાં અને સ્થાનિક વહીવટી તંત્રમાં પ્રજાના પ્રશ્નોને લઈને સતત પત્રવ્યવહાર કરવા માટે જાણીતા વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર કાનાણી) ફરી એક વખત આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. પોતાના અનોખા અંદાજ અને પ્રજાલક્ષી રજૂઆતો માટે મશહૂર કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ તેમજ ડેપ્યુટી મેયરને ઉદ્દેશીને એક ધારદાર પત્ર લખ્યો છે. વરાછા વિસ્તારની અંદાજે 15થી 20 સોસાયટીઓમાં ટી.પી. સ્કીમના રિઝર્વેશનને કારણે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા નાગરિકો માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે. ધારાસભ્ય પોતે વરાછાના કોર્પોરેટરોની આખી ટીમ સાથે મેયર સમક્ષ રૂબરૂ પહોંચ્યા હતા અને પ્રજાની તકલીફોનો વહેલી તકે ઉકેલ લાવવા સબળ રજૂઆત કરી હતી. 40થી 50 વર્ષ જૂનું બાંધકામ, પરંતુ ટી.પી. આવતા જ પ્રજા પીસાઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં ચોંકાવનારી વિગતો રજૂ કરતા જણાવ્યું છે કે, વરાછા વિસ્તારમાં આવેલી ઘણી બધી સોસાયટીઓ આજથી 40થી 50 વર્ષ પહેલાં વસેલી છે. જ્યારે આ સોસાયટીઓ બની અને લોકોએ પોતાના ઘરો બનાવ્યા ત્યારે કોઈ જ ટી.પી. સ્કીમ અમલમાં નહોતી. લોકો દાયકાઓથી ત્યાં શાંતિપૂર્ણ રીતે વસવાટ કરી રહ્યા છે. પરંતુ સોસાયટી બન્યાના વર્ષો બાદ જ્યારે મહાનગરપાલિકા અને નગર નિયોજન વિભાગ દ્વારા ટી.પી. સ્કીમ અમલમાં મૂકવામાં આવી, ત્યારે આ વિસ્તારના કેટલાક પ્લોટ અથવા સોસાયટીના ભાગ પર 'સરકારી રિઝર્વેશન' અથવા 'સરકારશ્રી'નું નામ બોલવા લાગ્યું. 'રિઝર્વેશન હોવાને કારણે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી' જ્યારે સાધારણ અને મધ્યમ વર્ગના લોકોએ અહીં મકાનો ખરીદ્યા ત્યારે તેમને એ વાતની સહેજ પણ જાણ નહોતી કે ભવિષ્યમાં તેમની જમીન કે પ્લોટ પર સરકારી રિઝર્વેશન આવી જશે. હવે પરિસ્થિતિ એ નિર્માણ પામી છે કે પ્લોટ કે સોસાયટીમાં રિઝર્વેશન હોવાને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આ સોસાયટીઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ (ગટર) અને પીવાના પાણી જેવી પાયાની અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. કયા ભાગમાં સરકારશ્રી બોલે છે તેની સામાન્ય નાગરિકોને કોઈ જાણ નથી ધારાસભ્ય કાનાણીએ પત્રમાં અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે, ઘણી સોસાયટીઓમાં માત્ર અમુક જ પ્લોટ કે આંશિક ભાગમાં જ સરકારી રિઝર્વેશન બોલે છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આખી સોસાયટીને પ્રાથમિક સુવિધાઓ આપવાનું બંધ કરી દે છે. બાંધકામ થયેલ સોસાયટીઓમાં કયા ભાગમાં સરકારશ્રી બોલે છે તેની સામાન્ય નાગરિકોને કોઈ જાણ હોતી નથી. મનપાના વહીવટી વલણને કારણે હજારો નાગરિકો, બાળકો અને વૃદ્ધો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સોસાયટીઓ પહેલા બની છે અને ટી.પી. સ્કીમ પછી આવી કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સોસાયટીઓ પહેલા બની છે અને ટી.પી. સ્કીમ પછી આવી છે. પ્રજાએ પોતાની જિંદગીની જમાપૂંજી લગાવીને ઘર બનાવ્યા છે. જો ટેકનિકલ કારણોસર ત્યાં રિઝર્વેશન આવતું હોય તો પણ માનવતાના ધોરણે મહાનગરપાલિકાએ આ નાગરિકોને રસ્તા, પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ આપવી જ પડે. પ્રજા પાસે વેરો લેવામાં આવે છે પરંતુ સુવિધાના નામે મીંડું આપવામાં આવે તે સાંખી શકાય નહીં. ધારાસભ્ય કાનાણીએ પોતાના પત્રમાં વરાછાના વિવિધ ટી.પી. સ્કીમ હેઠળ આવતી સોસાયટીઓની વિગતવાર યાદી રજૂ કરી છે. જેમા ટી.પી. 15 (ફુલપાડા) એફ.પી. 39 પૂર્વી સોસાયટી વિભાગ-2, રામદેવપીર સોસાયટી, વિરાટનગર સોસાયટી, ભગવતીનગર સોસાયટી, કમલપાર્ક રો-હાઉસ વિભાગ-2, સોમનાથ સોસાયટી, શ્રીજીનગર-1 હાઉસિંગ સોસાયટી, અને વડવાળા સોસાયટી. મનપાની સામાન્ય સભામાં ખાસ ઠરાવ કરવાની માગણી વરાછાના કોર્પોરેટરોને સાથે રાખીને મેયર માયાબેન માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલને મળવા પહોંચેલા કુમાર કાનાણીએ એક મજબૂત ઉકેલ સૂચવ્યો છે. તેમણે માંગ કરી છે કે, સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. આ ઠરાવ દ્વારા એવો નીતિવિષયક નિર્ણય લેવામાં આવે કે જે સોસાયટીઓમાં અંશતઃ કે પૂર્ણ રીતે રિઝર્વેશન બોલતું હોય, ત્યાં પણ માનવતાના ધોરણે અને લોકહિતમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની મંજૂરી આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરના જમિયતપુરા કેમિકલ વેસ્ટ સાઇટ પર GPCBએ પ્લાન્ટ બંધ કરાવ્યો:મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટને ક્લોઝર ઓર્ડર, મંજૂરી કરતાં 55 હજાર ટનથી વધુ જોખમી કચરો ડમ્પ
    Next Article
    ગોધરાના ગોલ્લાવ મડા માવડી ગામે કરુણ ઘટના:કૂવામાં મળ્યાં પતિ-પત્નીના મૃતદેહ, બંનેના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment