Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોરના જમિયતપુરા કેમિકલ વેસ્ટ સાઇટ પર GPCBએ પ્લાન્ટ બંધ કરાવ્યો:મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટને ક્લોઝર ઓર્ડર, મંજૂરી કરતાં 55 હજાર ટનથી વધુ જોખમી કચરો ડમ્પ

    1 day ago

    મહીસાગરના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલી મેસર્સ મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત TSDF (ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી) સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. GPCBના મેમ્બર સેક્રેટરી દીપાલી ટાંક દ્વારા 24 જુલાઈ, 2026ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-1986ની કલમ-5 હેઠળ કંપનીને ક્લોઝર ડાયરેક્શન જારી કરીને પ્લાન્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંજૂરી કરતાં 55 હજાર ટનથી વધુ જોખમી કચરો ડમ્પ કરાયો હતો GPCB દ્વારા મે, જૂન અને જુલાઈ-2026 દરમિયાન કરાયેલી તપાસમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. તપાસ દરમિયાન કંપનીએ મંજૂર ક્ષમતા 4,85,456 મેટ્રિક ટન સામે 5,40,939.139 મેટ્રિક ટન જોખમી કચરો સ્વીકારી લીધો હોવાનું નોંધાયું હતું. એટલે કે મંજૂરી કરતાં આશરે 55,483 મેટ્રિક ટન વધુ જોખમી કચરો ડમ્પ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના કૂવાઓમાં કેમિકલયુક્ત પાણી મળી આવ્યું તપાસ દરમિયાન સાઇટની આસપાસના ખેડૂતોના કૂવાઓમાં કેમિકલયુક્ત પાણી મળી આવ્યું હતું. લેબોરેટરી પરીક્ષણમાં COD, BOD, TDS સહિતના પ્રદૂષક તત્ત્વો મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત બાઉન્ડ્રી વોલમાં બનાવેલા આઉટલેટ મારફતે કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં અને વરસાદી નાળામાં છોડવામાં આવતું હોવાનું પણ નોંધાયું હતું. સાઇટથી આશરે 150 મીટર દૂર સુધી રંગીન પ્રદૂષિત પાણી એકઠું થયેલું જોવા મળ્યું હતું. શુદ્ધિકરણ માટેનો ETP પ્લાન્ટ બંધ હાલતમાં GPCBની તપાસમાં લીચેટના શુદ્ધિકરણ માટેનો ETP પ્લાન્ટ બંધ હાલતમાં મળ્યો હતો, જ્યારે વરસાદી પાણી કચરામાં ન ભળે તે માટેનો મોન્સૂન શેડ પણ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર કચરાની આવક-જાવક અને નિકાલ સંબંધિત જરૂરી રેકોર્ડ પણ રજૂ કરવામાં આવ્યા નહોતા. આઉટલેટ બંધ કરવા તેમજ ₹50 લાખની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ GPCBએ કંપનીને તમામ કામગીરી તાત્કાલિક બંધ કરવા, જોખમી કચરો સ્વીકારવાનું બંધ કરવા, MGVCLને સિંગલ ફેઝ સિવાયનું વીજ જોડાણ કાપવા, 15 દિવસમાં TSDF સેલનો સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા, પ્રદૂષિત પાણી અને માટીનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા, બાઉન્ડ્રી વોલના આઉટલેટ બંધ કરવા તેમજ ₹50 લાખની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે. ઉપરાંત પર્યાવરણને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને Environmental Damage Compensation (EDC) પણ વસૂલવામાં આવશે. કંપનીનું CCA લાયસન્સ કાયમી રદ કરવામાં આવે આ કાર્યવાહી બાદ જમિયતપુરા સહિત આસપાસના ગામોના ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી છે. વિધાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ નિર્ણયને લોકોના લાંબા સંઘર્ષની જીત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કંપની સામે કાયમી કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સ્થાનિક આગેવાનોની માગ છે કે, કંપનીનું CCA લાયસન્સ કાયમી રદ કરવામાં આવે, મંજૂરી કરતાં વધુ ડમ્પ કરાયેલો જોખમી કચરો અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેમજ પ્રદૂષણથી અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ‘Hockey’s blue jersey akin to Argentina’s iconic stripes’: Naveen Patnaik, who once sponsored team, speaks out
    Next Article
    સુરતમાં MLA કુમાર કાનાણીનો નવો ધડાકો:વરાછાની 15થી વધુ સોસાયટીઓમાં રિઝર્વેશનના નામે અટકેલી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મેયરને સણસણતો પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment