Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ગોલ્લાવ મડા માવડી ગામે કરુણ ઘટના:કૂવામાં મળ્યાં પતિ-પત્નીના મૃતદેહ, બંનેના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ મડા માવડી ગામે ગુરુવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 28 વર્ષીય પટેલ હિતેશભાઈ અને તેમની 25 વર્ષીય પત્ની પટેલ ઉર્મિલાબેન બંનેના કૂવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાએ સમગ્ર ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. કૂવામાં પડ્યાની જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યો ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા પતિ-પત્નીના એકસાથે મોતની ખબર ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનું વાતાવરણ સર્જાયું હતું અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અકસ્માત મોતનો ગુનો નોંધાયો, તપાસ શરૂ સમગ્ર ઘટનાને લઈને ગોધરા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બંને કયા સંજોગોમાં કૂવામાં પડ્યા તે સહિતના તમામ પાસાઓની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ તપાસ બાદ જ થશે કારણનો ખુલાસો પ્રાથમિક માહિતી મુજબ બંનેના મોત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ સંભવિત દિશાઓમાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનો સાચો ખુલાસો થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં MLA કુમાર કાનાણીનો નવો ધડાકો:વરાછાની 15થી વધુ સોસાયટીઓમાં રિઝર્વેશનના નામે અટકેલી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મેયરને સણસણતો પત્ર
    Next Article
    Fleming's Successor Named In T20 League. He Has An Old Connection With CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment