Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. જે.એમ. વ્યાસનું 'લાઇફટાઇમ એચિવમેન્ટ' સન્માન:પુણેની MIT-ADT યુનિવર્સિટીએ ફોરેન્સિક ક્ષેત્રે પદ્મશ્રીના બહુમૂલ્ય યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવ્યું

    2 days ago

    નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસના ગૌરવમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સત્ય, ન્યાય અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં જીવનભરના સમર્પણ બદલ તેમને પુણેની પ્રતિષ્ઠિત MIT-ADT યુનિવર્સિટી દ્વારા "લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો છે. NFSU બનશે ફોરેન્સિકનું વૈશ્વિક કેન્દ્ર આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારતા ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિજ્ઞાન માત્ર ગુના ઉકેલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ન્યાય પ્રણાલી અને સમાજને મજબૂત બનાવવાનું સશક્ત માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે, આ એવોર્ડ NFSUને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વિશ્વનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડશે. શિક્ષણ જગતમાં ગૌરવનો વ્યાપ ડૉ. જે.એમ. વ્યાસની આ સિદ્ધિ બદલ NFSU-ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજાએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. જુનારેએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય સ્તરનું સન્માન ફોરેન્સિક વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણમાં ડૉ. વ્યાસના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. ભારતની અગ્રણી સંસ્થા MIT-ADT દ્વારા અપાયેલો આ એવોર્ડ એ વાતની સાબિતી છે કે ડૉ. વ્યાસના પ્રયાસોને કારણે જ આજે ભારત ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ NFSUએ શિક્ષણ અને સંશોધનમાં નવા આયામો સર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ચૂંટણી માટે 'સ્વીપ' અભિયાન શરૂ:વધુ મતદાન સુનિશ્ચિત કરવા શાળાઓથી સોશિયલ મીડિયા સુધી પ્રચાર
    Next Article
    ગ્રામ્યની વધુ બે ગેંગ સામે ગુજસીટોક દાખલ:કાળીયો ગેંગના 9 સભ્યો સામે સૌરાષ્ટ્રમાં 47 અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે 55 ગુના છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment