Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ્યની વધુ બે ગેંગ સામે ગુજસીટોક દાખલ:કાળીયો ગેંગના 9 સભ્યો સામે સૌરાષ્ટ્રમાં 47 અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે 55 ગુના છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે

    2 days ago

    સૌરાષ્ટ્રભરમાં આતંક મચાવનારી સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે રાજકોટ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના આદેશથી 'કાળીયો ગેંગ' અને 'ઈમલા ગેંગ' ના કુલ 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનારી 'કાળીયો ગેંગ' છેલ્લા 10 વર્ષથી ચોરી, લૂંટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ આચરતી કાળીયો ગેંગના 9 સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી છે. ગુનાહિત ઇતિહાસ: આ ટોળકી વિરુદ્ધ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કુલ 47 ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લાવાર ગુના: રાજકોટ ગ્રામ્યમાં 27, જૂનાગઢમાં 6, રાજકોટ શહેર અને અમરેલીમાં 4-4, તેમજ બોટાદ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ગુના નોંધાયા છે. ધરપકડ: પોલીસે રણજીત સોલંકી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 જેલમાં છે અને અન્ય 2 ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભયનું વાતાવરણ ઉભું કરનારી 'ઈમલા ગેંગ' કુખ્યાત ઈમરાન ઉર્ફે ઈમલા હસનભાઈ કટારીયાની આગેવાની હેઠળની આ ગેંગના 8 સભ્યો સામે ગુજસીટોક લાગુ કરવામાં આવ્યો છે. આ ગેંગનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવા માટે વિસ્તારમાં ભય ફેલાવી જાહેર શાંતિનો ભંગ કરવાનો હતો. ગુનાહિત ઇતિહાસ: આ ગેંગ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત કુલ 55 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓની સ્થિતિ: ગેંગના મુખ્ય સાગરીત ઈમરાન સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક આરોપી કસ્ટડીમાં છે અને એક હજુ ફરાર છે. આરોપીઓનો વ્યક્તિગત ગુનાહિત ઇતિહાસ (છેલ્લા 10 વર્ષ) પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગેંગના સભ્યો રીઢા ગુનેગાર છે: ઈરફાન ઉર્ફે ઈકુ કટારીયા: 12 ગુના (ખૂનની કોશિશ, પ્રોહિબિશન વગેરે). ઈમરાન ઉર્ફે ઈમલો કટારીયા: 10 ગુના (ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ વગેરે). હુસેન ઉર્ફે ભોલીયો મકરાણી: 7 ગુના (આર્મ્સ એક્ટ, ગંભીર ઈજા વગેરે). અન્ય સભ્યો વિરુદ્ધ પણ ગંભીર ઈજા અને મારપીટના અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રના ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે આરોપીઓ હાલ જેલમાં છે તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. જે.એમ. વ્યાસનું 'લાઇફટાઇમ એચિવમેન્ટ' સન્માન:પુણેની MIT-ADT યુનિવર્સિટીએ ફોરેન્સિક ક્ષેત્રે પદ્મશ્રીના બહુમૂલ્ય યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવ્યું
    Next Article
    Anant Ambani 31st Birthday | અનંત અંબાણીના જન્મદિવસ પર ભક્તિ,સેવા અને જીવદયાનો ત્રિવેણી સંગમ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment