Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ચૂંટણી માટે 'સ્વીપ' અભિયાન શરૂ:વધુ મતદાન સુનિશ્ચિત કરવા શાળાઓથી સોશિયલ મીડિયા સુધી પ્રચાર

    2 days ago

    બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વ્યાપક 'સ્વીપ' (SVEEP) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વીપ નોડલ અધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.ડી. જોષીના નેતૃત્વમાં, તમામ તાલુકા સ્વીપ ટીમો મતદારોને જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં જિલ્લાના દરેક નાગરિકની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ અંતર્ગત, જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં વકૃત્વ અને ક્વિઝ સ્પર્ધાઓ યોજીને લોકશાહીના મૂલ્યો વિશે સમજૂતી આપવામાં આવી રહી છે. કોલેજોમાં યુવા મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાવા માટે વિશેષ પ્રેરણા આપવામાં આવી રહી છે, જેથી યુવાશક્તિ મતદાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અસરકારક પ્રચાર માટે સ્થાનિક માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે. દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવા આવતા ગ્રાહકોને મતદાન માટે અપીલ કરાઈ રહી છે. નગરપાલિકાઓની ગાર્બેજ વાનમાં મતદાન જાગૃતિની ઓડિયો ક્લિપ વગાડીને જન-જન સુધી સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મદદ લેવા સાથે બીએલઓ (BLO) અને શિક્ષકો દ્વારા ગામડાના વોટ્સએપ ગ્રુપમાં મતદાન જાગૃતિના ઓડિયો-વીડિયો શેર કરીને ડિજિટલ માધ્યમથી પણ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. વયોવૃદ્ધ અને દિવ્યાંગ (PWD) મતદારોને મતદાન પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વીપ ટીમ દ્વારા 'ડોર ટુ ડોર' સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ મતદારોને મતદાન મથક પર પૂરી પાડવામાં આવનારી સુવિધાઓની ખાતરી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો સાથે બેઠકો યોજીને તેમના જૂથના મતદારો અચૂક મતદાન કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રયાસો દ્વારા બનાસકાંઠા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહે તેવો લક્ષ્ય છે.
    Click here to Read More
    Previous Article
    NIA officer, wife shot dead in 2016: Case that tore apart neighbouring families in UP ends with last convict’s acquittal
    Next Article
    ડૉ. જે.એમ. વ્યાસનું 'લાઇફટાઇમ એચિવમેન્ટ' સન્માન:પુણેની MIT-ADT યુનિવર્સિટીએ ફોરેન્સિક ક્ષેત્રે પદ્મશ્રીના બહુમૂલ્ય યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment