Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા શહેરમાં MGVCLની મેગા ડ્રાઇવ:શહેરમાં બાકી બિલના 11 કરોડ નાણાં વસૂલવા માટે 455 ટીમો કામે લાગી, 23 સબ ડિવિઝનમાં કાર્યવાહી

    1 week ago

    MGVCL બરોડા સીટી સર્કલ દ્વારા બાકી વીજ બિલ વસુલાત માટે મેગા ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે. આગામી 31 માર્ચ 2026 સુધીના 3.31 કરોડ સુધીના લક્ષ્યાંકને પૂરો કરવા અને શહેરમાં 11 કરોડ બાકી રકમ વસુલ કરવા MGVCLના 455 કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સર્કલના 23 સબ ડિવિઝનમાં વહેલી સવારથી સામુહિક કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શહેરમાં 8.20 લાખ વીજ ગ્રાહકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે 31 માર્ચ સુધી આ ઝુંબેશ યથાવત રહેશે. 11 કરોડ બાકી રકમ વસુલવા 455 જેટલી ટીમ તહેનાત આ અંગે વડોદરા સિટી સર્કલ અધિકારી પી.એન.થાનાવાલાએ જણાવ્યું હતું કે, આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં MGVCL બરોડા સીટી સર્કલ હેઠળ 23 સબડિવિઝન ઓફિસો છે, જે તમામ સબડિવિઝનમાં આ ડ્રાઈવ ચાલુ છે. તેમાં આપણે લગભગ 455 જેટલી ટીમ તહેનાત કરી છે અને તેમાં લગભગ 550 જેટલો સ્ટાફ શામેલ છે. ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે વધુમાં કહ્યું કે, આ જે આ બાકી લાઈટ બીલ ધરાવતા ગ્રાહકો છે તેઓની વાત છે, બાકી લાઈટ બીલ 31 માર્ચ સુધીમાં 3.31 કરોડથી વધુ ન રહે અને તે કરતાં પણ ઓછું રહે તે અમારો લક્ષ્યાંક છે. ગઈકાલ સુધી લગભગ 11 કરોડ રૂપિયા બાકી બોલે છે. આ માટે કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો પણ GUVNLની ઇન્ટર્નલ પોલીસ છે તેમને લિમિટેડ ફોર્સમાં રાખ્યા છે. બરોડા સીટી સર્કલમાં લગભગ 8.20 લાખ આસરે ગ્રાહકો છે, એમાં તમામ કેટેગરીના રેસીડેન્સીઅલ, કોમર્શિયલ ગ્રાહકો આવી જાય છે. આ ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થશે:હર્ષ સંઘવીએ કહ્યું-આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક, વાંચો ડ્રાફ્ટમાં આવેલા નિયમો
    Next Article
    સાબરકાંઠામાં ટીબીના કેસમાં ઘટાડો:વિશ્વ ક્ષય દિવસ: 94% દર્દીઓ સાજા, કીટ વિતરણ, જાગૃતિ રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment