Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થશે:હર્ષ સંઘવીએ કહ્યું-આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક, વાંચો ડ્રાફ્ટમાં આવેલા નિયમો

    1 week ago

    ગુજરાત વિધાનસભાની આજે UCC બિલ રજૂ કરવામાં આવશે. સાથે જ રાજ્યના નાણાકીય વ્યવસ્થાને લગતા ગુજરાત વિનિયોગ વિધેયક તથા વધારાના ખર્ચના વિધેયક પણ ગૃહમાં રજૂ થશે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં સામાન્ય વહીવટથી લઈને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ-મકાન, નર્મદા કલ્પસર, ખાણ-ખનીજ, બંદરો અને માહિતી-પ્રસારણ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપશે. આજના દિવસને સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે: હર્ષ સંઘવી ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવા જઈ રહ્યા છે, જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું. ‘બધા માટે સમાન નિયમો લાગુ થશે’ હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સાથે જ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે. લગ્ન નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડ 18 માર્ચે કેબિનેટમાં ચર્ચાયેલા UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો હિસાબ તથા ઓડિટ રિપોર્ટ પર ચર્ચા થશે ત્યારબાદ 2023-24ના વિવિધ સરકારી નિગમો અને કંપનીઓના વાર્ષિક અહેવાલો, હિસાબ તથા ઓડિટ રિપોર્ટ પર ચર્ચા થશે, જેમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, ઉર્જા અને મેડિકલ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત થશે. કેટલાક અહેવાલોમાં નોંધાયેલી અનિયમિતતાઓ અંગે નિવેદન પણ રજૂ થવાની શક્યતા છે. ખાનગી વિધેયકો તથા પર્યાવરણ સંરક્ષણ અને ‘Mission LiFE’ જેવા મુદ્દાઓ પર ચર્ચા ઉપરાંત વિધાનસભાની સમિતિઓના અહેવાલો, મહત્વપૂર્ણ સરકારી વિધેયકો અને બિન-સરકારી કામકાજ હેઠળ ખાનગી વિધેયકો તથા પર્યાવરણ સંરક્ષણ અને ‘Mission LiFE’ જેવા મુદ્દાઓ પર ચર્ચા યોજાશે. સમગ્ર બેઠક રાજ્યના વિકાસ, નાણાકીય દિશા અને નીતિગત નિર્ણયોને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. લિવ-ઈન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશે મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય. અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. લિવ-ઇન રિલેશનશિપ યુનિફોર્મ સિવિલ કોડ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    આજે પણ સોના-ચાંદીના ભાવમાં કડાકો:બજાર ખુલતાંની જ ચાંદી ઓલ ટાઈમ હાઈથી 2.06 લાખ સસ્તી થઈ, સોનું પણ 56,000 રૂપિયા સસ્તું થયું
    Next Article
    વડોદરા શહેરમાં MGVCLની મેગા ડ્રાઇવ:શહેરમાં બાકી બિલના 11 કરોડ નાણાં વસૂલવા માટે 455 ટીમો કામે લાગી, 23 સબ ડિવિઝનમાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment