Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં બે ગેરકાયદેસર બંદૂક ઝડપાઈ:MG હેક્ટર કારમાંથી 35 કારતૂસ, ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    બનાસકાંઠા SOG શાખાએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. કુંભલમેર ચાર રસ્તા પાસેથી એક MG હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર બે બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, પાલનપુર SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા (SOG) અને પો.સબ.ઇન્સ આર.બી. જાડેજા (LCB) તથા તેમના સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કુંભાસણ-કુંભલમેર ચાર રસ્તા પાસે MH-47-AU-0117 નંબરની MG હેક્ટર ગાડી આવવાની છે, જેમાં ગેરકાયદેસર હથિયારો હોવાની શક્યતા છે. આ બાતમીના આધારે, પોલીસે પંચો સાથે સદર જગ્યાએ વોચ ગોઠવી હતી. ગાડી આવતા તેને રોકવામાં આવી અને તેની તલાશી લેવામાં આવી. તલાશી દરમિયાન, ગાડીમાંથી 20,000 રૂપિયાની કિંમતની બે ગેરકાયદેસર અને પરવાના વગરની બંદૂકો, 1,750 રૂપિયાની કિંમતના 35 કારતૂસ અને MG હેક્ટર ગાડી મળીને કુલ 8,21,750 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે આરોપી ક્રિષ્નાકુમાર રામરતન અગ્રવાલ (રહે. ગોરેગાંવ વેસ્ટ, મુંબઈ) અને રમેશભાઈ માધુભાઈ ગામી (પટેલ) (રહે. દલવાડા, તા. પાલનપુર) વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1)(બી)(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારો અને કારતૂસ રમેશભાઈ માધુભાઈ ગામી (પટેલ) દ્વારા મંગાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા:શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા તો રાજ્યપાલે રોક્યા, 200 યુનિટ મફત વીજળીનો પહેલો ઓર્ડર કર્યો
    Next Article
    પતંજલિની પ્રોડક્ટની આડમાં હરિયાણાથી ₹76 લાખનો દારૂ અમદાવાદ આવ્યો:સરખેજ પોલીસે 1 કરોડના મુદ્દામાલ ડ્રાઈવરની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment