Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતંજલિની પ્રોડક્ટની આડમાં હરિયાણાથી ₹76 લાખનો દારૂ અમદાવાદ આવ્યો:સરખેજ પોલીસે 1 કરોડના મુદ્દામાલ ડ્રાઈવરની ધરપકડ કરી

    7 hours ago

    અમદાવાદની સરખેજ પોલીસે એસ.પી. રિંગ રોડ પર એક ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. હરિયાણાથી પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સની આડમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે 76 લાખ રૂપિયાનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહી સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડા અને પી.એસ.આઈ. એ.આર. બોડિયાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતાં એસ.પી. રિંગ રોડ પર એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. પતંજલિના કાર્ટૂન અને લોટના કટ્ટા નીચે છુપાવ્યો હતો દારૂ પોલીસે જ્યારે ટ્રકની તપાસ કરી ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં પતંજલિ કંપનીની અલગ-અલગ પ્રોડક્ટ્સના કાર્ટૂન જોવા મળ્યા હતા. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતા પતંજલિના બોક્સ અને લોટના કટ્ટાની નીચે છુપાવેલી વિદેશી દારૂની કુલ 9,624 બોટલો મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 76.56 લાખ રૂપિયા થાય છે. 1.01 કરોડનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ કાર્યવાહી દરમિયાન 76.56 લાખનો દારૂ, 10 લાખની કિંમતની પતંજલિની પ્રોડક્ટ્સ અને ટ્રક મળીને કુલ 1.01 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રાઈવરની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર પોલીસે ટ્રક ચાલક વગતારામ બેનીવાલ (રહે. રાજસ્થાન)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે, તેણે હરિયાણાથી હરીશ ચૌધરી નામના વ્યક્તિના કહેવાથી આ દારૂનો જથ્થો ભર્યો હતો અને તેને સાણંદ રોડ પર ઉતારવાનો હતો. સરખેજ પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર હરીશ ચૌધરી હાલ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં બે ગેરકાયદેસર બંદૂક ઝડપાઈ:MG હેક્ટર કારમાંથી 35 કારતૂસ, ₹8.21 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    At Vijay's Oath, Vande Mataram Plays In Full Followed By Jana Gana Mana

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment