Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ:200થી વધુ લોકોનું સ્થળાંતર, વહીવટી તંત્ર અલર્ટ

    17 hours ago

    વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસની આવકને કારણે ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. ભેરવી ખાતે નદીનું જળસ્તર 9 મીટર થતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી છે. જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધરમપુર તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીનું સ્તર 8 થી 9 મીટર સુધી પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. નદીના જળસ્તરમાં વધારો થતાં કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે. કાશ્મીર નગરમાંથી 60 થી 70 લોકો અને બરુડિયાવાડમાંથી 100 થી 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને નગરપાલિકા અને તંત્ર દ્વારા રામજી મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃપ્તિબેન, નગરપાલિકાના સી.ઓ., સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારી, વલસાડ નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ ટીમ પી.આઈ. સહિત મોડી રાત સુધી સ્થળ પર રહીને સ્થળાંતરની કામગીરીમાં જોડાયા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITI માં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલે નાગરિકોને ઘરે રહેવા, સુરક્ષિત રહેવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના ઉમરગામમાં 40 ઈંચ વરસાદથી સ્થિતિ બગડી, બોટથી રેસ્કયુ:સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; અમદાવાદમાં ધોધમાર, 3 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    શિક્ષકો,‎સરકારી કર્મચારીઓ અને ‎‎તાલીમાર્થી બાળકો મુશ્કેલીમાં મુકાયા:ઇટાળવા DIET ગેટ પાસે પાણી ભરાવાની સમસ્યાથી શિક્ષકો-તાલીમાર્થીઓ પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment