Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકો,‎સરકારી કર્મચારીઓ અને ‎‎તાલીમાર્થી બાળકો મુશ્કેલીમાં મુકાયા:ઇટાળવા DIET ગેટ પાસે પાણી ભરાવાની સમસ્યાથી શિક્ષકો-તાલીમાર્થીઓ પરેશાન

    20 hours ago

    જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (DIET), નવસારીના ઇટાળવા સ્થિત ગેટ પાસે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની કાયમી સમસ્યાથી શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને તાલીમાર્થી બાળકો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. ​ અહીં વર્ષોથી થોડોક જ વરસાદ પડે કે તરત જ ભારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે, પરંતુ ગટરની કોઈ જ કાયમી વ્યવસ્થા ન કરવામાં આવતા આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. યોગ્ય નિકાલના અભાવે ભવનના મુખ્ય ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. ​ આ ગંદા અને ભરાયેલા પાણીની વચ્ચેથી જ અવરજવર કરવાની ફરજ પડતી હોવાથી, અહીં આવતા જતા શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને તાલીમ ભવનમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે બીમારી ફેલાવવાનો પણ સતત ડર રહે છે. ​ આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક શિક્ષકો અને તંત્ર દ્વારા અગાઉ અનેક વખત સત્તાવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરાઇ નથી. પરિણામે સમસ્યા હજુ પણ યથાવત છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.​ સત્વરે આ વિસ્તારમાં ગટર લાઇનનું યોગ્ય આયોજન કરી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ:200થી વધુ લોકોનું સ્થળાંતર, વહીવટી તંત્ર અલર્ટ
    Next Article
    Jantar Mantar Protest Live Updates: PM Modi announces fast-track courts to ensure swift justice in paper leak cases

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment