Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોકલેટ-એનર્જી ડ્રીંકની બોટલમાં કારની સીટ નીચે છુપાવ્યું ડ્રગ્સ:અફઘાની હેરોઈન અને એમપી-રાજસ્થાનનું MD ગુજરાત આવ્યા'ને UP-દિલ્હીના 3 ઝડપાયા, રાજકોટના અસલમે મંગાવ્યો હતો જથ્થો

    13 hours ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. CTM એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય કુખ્યાત આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. હેરોઈન અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. ટોલટેક્સ પાસે કાળા રંગની XUV રોકવામાં આવી અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત પોલીસ છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડ્રગ્સનો જથ્થો મંગાવી આંતર રાજ્ય વેચાણ કરનાર ગેંગને શોધી રહી હતી. આ દરમિયાન 21 ઓક્ટોબરે સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં આવ્યો છે. જે બાદ સુરત પોલીસ અને અમદાવાદ પોલીસ વચ્ચે સંકલન થયું હતું. ત્યારબાદ સુરતથી PI એસ.એન પરમાર અને તેમની ટીમ અમદાવાદ આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ બે ટીમ સાથે મળી 3 ટીમ બનાવી બરોડા એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પાસેથી એક કાળા કલરની XUV ગાડી તપાસવામાં આવી હતી. કારમાં સીટ નીચે ચોકલેટના પેકેટમાં ડ્રગ્સ છુપાવ્યું હતું આ ગાડીમાંથી ત્રણ આરોપી મળી આવ્યા હતા. જેમાં કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવી મળી આવ્યા હતા. પોલીસે જ્યારે ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાં સીટની નીચે ચોકલેટના પેકેટ અને એનર્જી ડ્રીંકની બોટલની અંદર આ ડ્રગ્સનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. રાજકોટના અસલમે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો ગાડીમાં રાજકોટ શહેરમાં રહેતા અસલમ નામની વ્યક્તિ મંગાવ્યો હતો. આ ગાડી અમદાવાદથી રાજકોટ તરફ પણ જવાની હતી. ગુજરાતના અલગ અલગ છથી સાત વિસ્તારોમાં સપ્લાય થવાનું પણ સામે આવ્યું છે. હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો જ્યારે એમડી ડ્રગ્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યું હતું. અગાઉ ડ્રગ્સનો જથ્થો ઓછા પ્રમાણમાં સપ્લાય કરવાનો હોય ત્યારે યુવતીઓ અને ફેમિલી સાથે રાખી સપ્લાય કરવામાં આવતો હતો, પરંતુ પોલીસ પકડે નહીં તે માટે લોકોની અવરજવર વધુ હોય તે માટે ખુદ આરોપીઓ જ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા આવ્યા હતા. કફિલ અહમદ અમદાવાદની જેલમાં પાકા કામનો કેદી હતો પકડાયેલા આરોપી પૈકી કફિલ અહમદને (ઉંમર 59, રહે.નવી દિલ્હી) કુલ 45 વર્ષની સજા પડી છે છતાં જેલમાંથી બહાર આવીને ડ્રગ્સનો જ વેપાર કરે છે. અગાઉ 2014માં જયપુર શહેરમાં NCBએ 18 કિલો ચરસ સાથે ઝડપ્યો એ કેસમાં15 વર્ષની સજા પડી હતી. વર્ષ 2015માં પેરોલ પર બહાર આવ્યો ત્યારે જયપુર શહેર અને એસોજીએ ત્રણ કિલો ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી જે કેસમાં 20 વર્ષની સજા પડી હતી. એ સાથે વર્ષ 2014માં જ ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં પકડાયા બાદ દસ વર્ષની સજા પડી હતી. કફિલ નવ વર્ષની જયપુરની જેલમાં એક વાર અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે પણ રહ્યો છે. તીફલ દિલ્હીમાં 330 કિલો હેરોઈનના જથ્થામાં અફઘાની સાથે ઝડપાયો હતો તીફેલ નોખેજ (ઉંમર 44, રહે.નવી દિલ્હી) વર્ષ 2014 પંજાબ રાજ્યના અમૃતસર પાસે આવેલા પોલીસ સ્ટેશન પકડાયો હતો. વર્ષ 2019માં દિલ્હી શહેર સ્પેશિયલ સેલે 330 કિલો હેરોઈનના જથ્થા સાથે અફઘાની નાગરિકો સાથે પકડાયો હતો. વર્ષ 2021માં દિલ્હી શહેર સ્પેશિયલમાં 54 કિલોના ડ્રગ્સના કેસમાં પકડાયો છે. 10 મહિના પહેલા દિલ્હીમાં કાર ચોરી કેસમાં પણ પકડાયો હતો. કારનો ડ્રાઈવર મોહમ્મદ કેટરિંગ-ડ્રાઈવિંગ સાથે જોડાયેલો મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ) 2017માં મારામારીના કેસમાં પકડાયો હતો. હાલમાં કેટરિંગ કામ સાથે ડ્રાઈવિંગ કામ કરતો હતો અને બંને આરોપી સાથે મળીને ગાડીમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની જાણકારી સામે આવી છે. આ પણ વાંચો: અમદાવાદમાં નાઈજીરીયનની મિટિંગ, 5 પાકિસ્તાની 3,000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા
    Click here to Read More
    Previous Article
    ટિયાગો કારે બાઈકને ટક્કર મારી, યુવાનનું મોત:બાઇકચાલક 10 ફૂટ હવામાં ફંગોળાયો, સારવાર દરમિયાન દમ તોડ્યો, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, કારચાલક ગાડી મુકી ફરાર
    Next Article
    CA ઇન્ટરમીડિયેટ સપ્ટેમ્બર-2026નું પરિણામ જાહેર:અમદાવાદના પ્રશમ શાહે ઓલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવ્યો, શહેરના 7 વિદ્યાથીઓએ AIRમાં સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment